અમિતાભ બચ્ચન અને રેખાના બ્રેકઅપ પાછળનું સાચું કારણ આવ્યું સામે, અભિનેત્રીની મિત્રએ કર્યો ખુલાસો!

રેખાની મિત્ર બીના રામાણીએ અમિતાભ બચ્ચન સાથેના તેમના સંબંધોના બ્રેકઅપનું સાચું કારણ જણાવ્યું છે. રેખા કઈક અલગ વાત ઇચ્છતી હતી પરંતુ પરિણીત હોવાથી અને રાજકારણમાં પ્રવેશવાને કારણે અમિતાભ માટે તે શક્ય નહોતું.

| Updated on: Dec 15, 2025 | 5:20 PM
4 / 8
બીના રામાણીએ રેખાના બાળપણ અને તેની માનસિક સ્થિતિ અંગે પણ ખુલ્લેઆમ વાત કરી. તેમણે કહ્યું કે અભિનેતા જેમિની ગણેશનની ગેરકાયદેસર સંતાન તરીકે જન્મેલી રેખા સ્થિર અને સુરક્ષિત કુટુંબિક વાતાવરણ વિના મોટી થઈ. આ બાબતનો તેના જીવન અને લાગણીઓ પર ઊંડો પ્રભાવ પડ્યો હતો.

5 / 8
બીનાએ જણાવ્યું, “રેખા મારી ખૂબ જ નજીકની મિત્ર હતી. તેણીમાં એક વિશેષ પ્રકારની માસૂમિયત હતી. જો તેના જીવનમાં ક્યારેય કંઈ ખોટું થયું હોય, તો તે તેની નિર્દોષતા અને ભાવુકતાને કારણે હતું. બાળપણમાં માતા-પિતાના પ્રેમનો અભાવ તેણીને ખૂબ લાગ્યો હતો. એ કારણે જ તેણીએ માત્ર 13–14 વર્ષની ઉંમરે કામ કરવાનું શરૂ કર્યું અને સાચા અર્થમાં બાળપણ માણી શકી નહીં.”

6 / 8
જ્યારે અમિતાભ બચ્ચન રાજકારણમાં સક્રિય બન્યા, ત્યારબાદ પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ. બીનાનું માનવું હતું કે રેખા માટે આ સ્વીકારવું ખૂબ મુશ્કેલ હતું કે તેમનો સંબંધ ક્યારેય જાહેર રીતે માન્યતા મેળવી શકશે નહીં.

7 / 8
બીનાએ આગળ જણાવ્યું, “જ્યારે અમિતાભ બચ્ચન રાજકારણમાં પ્રવેશ્યા, ત્યારે રેખા મને મળવા ન્યુ યોર્ક આવી હતી. તે સમયે તે ભાવનાત્મક રીતે ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી હતી. કદાચ તેનું કારણ એ હતું કે અમિતાભ બચ્ચને તેને સ્પષ્ટ કહી દીધું હતું કે તેમનો સંબંધ ક્યારેય જાહેર કરવામાં નહીં આવે.”

8 / 8
અમિતાભ બચ્ચન અને રેખાની ઓનસ્ક્રીન કેમિસ્ટ્રી ફિલ્મ ‘સિલસિલા’માં ખાસ જોવા મળી હતી. આ ઉપરાંત બંનેએ ‘મુકદ્દર કા સિકંદર’, ‘mr નટવરલાલ’, ‘સુહાગ’, ‘દો અંજાને’ અને ‘રામ બલરામ’ જેવી અનેક સફળ ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું, જે આજે પણ દર્શકોને યાદ છે.

Published On - 5:18 pm, Mon, 15 December 25