કૌન બનેગા કરોડપતિ એ દેશનો એકમાત્ર શો છે જે છેલ્લા 25 વર્ષથી દર વર્ષે નવી સીઝન સાથે રજૂ થાય છે.
કૌન બનેગા કરોડપતિની જેમ દેશમાં ઘણા ક્વિઝ શો આવ્યા, પરંતુ તેમને અમિતાભ બચ્ચનના KBC જેટલી લોકપ્રિયતા મળી નહીં.
અમિતાભ બચ્ચને 2025 માં KBC ના 150 એપિસોડ શૂટ કર્યા છે, જેના માટે તેમને તગડી ફી મળી છે.
KBCનો એક એપિસોડ 60 મિનિટનો છે, જેમાં કુલ 3600 સેકન્ડ છે, અમિતાભ બચ્ચનને દરેક સેકન્ડ માટે તગડી ફી મળે છે
અમિતાભ બચ્ચનને KBC ના એક એપિસોડ માટે 2.5 કરોડ રૂપિયા મળે છે, એટલે તેમને પ્રતિ સેકન્ડ 6,944 રૂપિયા મળે છે. અમિતાભ બચ્ચન અઠવાડિયામાં 2 થી 3 દિવસ 'કૌન બનેગા કરોડપતિ' માટે શૂટિંગ કરે છે, જેમાં તેઓ દરરોજ બે એપિસોડ શૂટ કરે છે.