Amitabh Bachchan Birthday: રાજેશ ખન્નાથી લઈને આજની પેઢી સુધીના સ્ટાર્સ વચ્ચે અમિતાભે કઈ રીતે જાળવી રાખ્યો દબદબો? જાણો અનટોલ્ડ સ્ટોરી

બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન આજે 11 ઓક્ટોબરે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. સંઘર્ષ, આર્થિક મુશ્કેલીઓ અને અનેક પડકારોનો સામનો કરીને તેમણે ફિલ્મજગતમાં આગવું સ્થાન મેળવ્યું. 84 વર્ષની ઉંમરે પણ તેમનો અભિનય પ્રત્યેનો જુસ્સો અને કામ કરવાની ધગશ અનેક પેઢીના કલાકારો માટે પ્રેરણારૂપ છે.

| Updated on: Oct 11, 2026 | 11:13 AM
1 / 8
બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચનનો આજે 11 ઓક્ટોબરના દિવસે જન્મદિવસ છે. તે નિમિત્તે સોશિયલ મીડિયા પર તેમને અનેક લોકો શુભેચ્છાઓ આપી રહ્યા છે. એક સમયે તેમની અસામાન્ય ઊંચાઈને કારણે તેમની મજાક ઉડાવવામાં આવતી હતી. જોકે, અમિતાભ બચ્ચને અભિનય, મનોરંજન જગત અને દર્શકો-ચાહકોનો પ્રેમ મેળવવામાં એવી ઊંચાઈ હાંસલ કરી કે ત્યાં સુધી પહોંચવું આજે પણ અનેક લોકો માટે સપના સમાન છે. (Image Source | PTI)

2 / 8
1970ના દાયકામાં બોલિવૂડમાં પ્રવેશ કરનાર અમિતાભ બચ્ચનને પણ ક્યાં ખબર હતી કે એક દિવસ તેમના નામ સાથે ‘જહાં હમ ખડે હોતે હૈં, લાઇન વહાં સે શરૂ હોતી હૈ’ જેવો અંદાજ જોડાઈ જશે! આ દરમિયાન એક વાત વારંવાર ચર્ચાતી રહી છે કે અમિતાભની સાથે કારકિર્દી શરૂ કરનારા અનેક કલાકારો બોલિવૂડમાંથી નિવૃત્ત થઈ ગયા અથવા પડદા પર ઓછા સક્રિય થયા, જ્યારે બિગ બી આજે પણ એ જ ઉત્સાહ સાથે કામ કરી રહ્યા છે. (Image Source | PTI)

3 / 8
સુપરસ્ટાર રાજેશ ખન્નાના નામે નોંધાયેલો તેમની ફિલ્મોની બ્લોકબસ્ટર સફળતાનો રેકોર્ડ વર્ષો સુધી ચર્ચામાં રહ્યો છે. અમિતાભ બચ્ચન પણ આ રેકોર્ડ તોડી શક્યા નહોતા. જોકે, બંને કલાકારોની અભિનયશૈલી, સંવાદ રજૂ કરવાની રીત અને વ્યક્તિત્વ એકબીજાથી અલગ હતાં. તેમ છતાં, બંને વચ્ચેની સરખામણી વારંવાર થતી રહી હતી. (Image Source | PTI)

4 / 8
જ્યારે અમિતાભ બચ્ચને હિન્દી ફિલ્મજગતમાં પ્રવેશ કર્યો, ત્યારે ધર્મેન્દ્ર, વિનોદ ખન્ના, સંજીવ કુમાર, રાજેશ ખન્ના, જીતેન્દ્ર, શશી કપૂર, ઋષિ કપૂર, શત્રુઘ્ન સિન્હા, અમજદ ખાન, ઓમ પુરી, નસીરુદ્દીન શાહ, પ્રાણ, શક્તિ કપૂર અને કાદર ખાન જેવા દિગ્ગજ કલાકારોનો દબદબો હતો. આ તમામ કલાકારોનો પોતાના ચાહકો હતા. આવી સ્થિતિમાં પોતાની અલગ ઓળખ ઊભી કરવી અમિતાભ માટે મોટો પડકાર હતો. (Image Source | PTI)

5 / 8
અમિતાભ બચ્ચનના પિતા હરિવંશરાય બચ્ચન જાણીતા કવિ હતા. તેમનો કાવ્યસંગ્રહ મધુશાલા ખૂબ જ પ્રસિદ્ધ છે. તેમના પિતાની કવિતાઓ અમિતાભના જીવનપ્રવાસને સમજવામાં એક અલગ જ દૃષ્ટિકોણ આપે છે. એક સમય એવો પણ આવ્યો હતો જ્યારે અમિતાભ બચ્ચન આર્થિક મુશ્કેલીઓ અને દેવાના બોજા હેઠળ દબાઈ ગયા હતા. જોકે, તેમણે હિંમત હારવાને બદલે ફરીથી પોતાની જાતને સ્થાપિત કરવા માટે સતત પ્રયત્નો કર્યા. મુશ્કેલ સમય દરમિયાન તેમણે જે ફિલ્મોમાં કામ કર્યું, તેને લઈને તેમને ચાહકોની ટીકાનો પણ સામનો કરવો પડ્યો હતો. (Image Source | PTI)

6 / 8
પરંતુ તેમના સંઘર્ષના સમયમાં પણ કામ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને પ્રામાણિકતા જળવાઈ રહી. ગમે તેવી પરિસ્થિતિ હોય, મહેનતથી પીછેહઠ ન કરવી, સમયનું મહત્ત્વ સમજવું અને નમ્રતાથી આગળ વધતા રહેવું આ ગુણોએ તેમને ફરીથી સફળતાના માર્ગે આગળ વધવામાં મદદ કરી. જ્યારે તેમના સમકાલીન કલાકારો સફળતાની ઉજવણી, ઇન્ટરવ્યૂ અને અન્ય કલાકારો અંગેની ચર્ચાઓમાં વ્યસ્ત હતા, ત્યારે અમિતાભ શાંતિથી પોતાની આગામી કારકિર્દીનું આયોજન કરતા રહ્યા. (Image Source | PTI)

7 / 8
અમિતાભ બચ્ચને પોતાની કારકિર્દીમાં દરેક પ્રકારની ભૂમિકાને ન્યાય આપવાનો પ્રયાસ કર્યો છે. આજના સમયમાં કલાકારો વચ્ચે એકબીજાનાં વખાણ સાંભળવા ઓછું મળે છે, પરંતુ અમિતાભે અનેક પેઢીના કલાકારોને પ્રેરણા આપવાનું કામ કર્યું છે. આજના સમયના આયુષ્માન ખુરાના, વિકી કૌશલ, રાજકુમાર રાવ, રણબીર કપૂર, પંકજ ત્રિપાઠી અને નવાઝુદ્દીન સિદ્દીકી જેવા કલાકારોની પેઢી માટે પણ અમિતાભ બચ્ચન એક પ્રેરણાસ્રોત રહ્યા છે. (Image Source | PTI)

8 / 8
અમિતાભ બચ્ચને 84 વર્ષની ઉંમર પૂર્ણ કરીને 85મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ ઉંમરે પણ તેઓ ટેલિવિઝનના લોકપ્રિય ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ’ (KBC)ના માધ્યમથી સતત દર્શકો સાથે જોડાયેલા છે. ટેલિવિઝન મનોરંજન જગતમાં આટલી લાંબી કારકિર્દી બાદ પણ સક્રિય રહેનારા કલાકારોમાં અમિતાભ બચ્ચનનું નામ વિશેષ રીતે લેવામાં આવે છે. તેમના કામમાં સાતત્ય, અવિરત ઉત્સાહ અને સતત કંઈક નવું શીખવાની તૈયારી તેમને અન્ય કલાકારોથી અલગ બનાવે છે. અમિતાભ બચ્ચનની સફર માત્ર એક અભિનેતાની સફળતાની કહાની નથી, પરંતુ સંઘર્ષ, ધીરજ, શિસ્ત અને સતત મહેનતનું ઉદાહરણ પણ છે. સમય બદલાયો, અનેક કલાકારો આવ્યા અને ગયા, પરંતુ બિગ બીનો અભિનય પ્રત્યેનો જુસ્સો આજે પણ યથાવત્ છે. (Image Source | GettyImages)

Follow Us
Loading...
Unable to load recommendations.