
સોનામાં રોકાણ કરવાનો આ એક સારો વિકલ્પ બની શકે છે. તેણે છેલ્લા 1 વર્ષમાં 28% સુધીનું વળતર આપ્યું છે. એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ સોનાના વધતા અને ઘટતા ભાવ પર આધારિત હોય છે. એક ગોલ્ડ ETF યુનિટ એટલે 1 ગ્રામ સોનું બરાબર છે. તે પણ સંપૂર્ણપણે શુદ્ધ. ગોલ્ડ ETF ને BSE અને NSE પર શેરની જેમ ખરીદી અને વેચી શકાય છે. જોકે, આમાં તમને સોનું મળતું નથી. જ્યારે પણ તમે તેને ઉપાડવા માંગતા હો, ત્યારે તમને સોનાના વર્તમાન ભાવ જેટલા પૈસા મળશે.

તમને જણાવી દઈએ કે અલગ અલગ કંપનીના ઘણા ETF છે. જેમાં સૌથી પોપ્યુલર Mirae Asset Gold ETF તમને 93 રુપિયામાં મળી રહ્યો છે. જેણે એક વર્ષમાં 28% રિટર્ન આપ્યું છે.


નિપ્પોન ગોલ્ડ ETFના ભાવ 79.52 રુપિયા છે જેણે એક વર્ષમાં 27% રિટર્ન આપ્યું છે.

આ સિવાય પણ Gold ETF ઘણા બધા છે તમે કોઈ નિષ્ણાંતની સલાહ મુજબ તમને ગમતા કોઈ પણ ETFમાં રોકાણ કરી શકો છો. પણ ધ્યાન રાખો કોઈ પણ શેર કે ETF રોકાણ કરતા પહેલા તમારા નિષ્ણાંતની સલાહ જરુર લેવી