
ભારતીયો પર આની કેવી અસર થશે તેની વાત કરવામાં આવે તો, H-1B અને L-1 વિઝા ધારકોમાં ભારતીય નાગરિકોની સંખ્યા નોંધપાત્ર છે. 2023માં, યુ.એસ. દ્વારા 76,671 L-1 વિઝા અને 83,277 L-2 વિઝા જારી કરવામાં આવ્યા, જેમાં મોટો હિસ્સો ભારતીયોને મળ્યો. H-1B વિઝા માટે 72% વીઝા ભારતીયોને જારી કરાયા.

શા માટે આ ફેરફાર મહત્વનો છે? તો વર્ક પરમિટ ઓટોમેટિક રિન્યુઅલ ભારત સહિત ઘણા દેશોના વ્યાવસાયિકો માટે અતિ મહત્વપૂર્ણ છે. વિઝા ધારકો માટે નોકરી અને રોકાણ અંગે અસ્થિરતા વધી શકે છે. ભારતીય ટેક ઉદ્યોગ પર મોટી અસર પડશે, કારણ કે યુ.એસ.માં ઘણા ભારતીયો IT અને ટેક ક્ષેત્રમાં કાર્યરત છે.

આ નિયમ અંગેનો વિવાદ H-1B અને L-1 વિઝા ધારકો માટે મહત્ત્વનો બની શકે છે. જો ઓટોમેટિક રિન્યુઅલ રદ થાય, તો ભારતીય વ્યાવસાયિકો અને તેમના કુટુંબો માટે નોકરી અને રોકાણ અંગે નવી મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે.
Published On - 9:28 pm, Thu, 6 February 25