Company Purchase : એમેઝોને ખરીદી ભારતની આ અગ્રણી વીડિયો સ્ટ્રીમિંગ એપ, મિનીટીવી સાથે મર્જ કરી અને એક નવું પ્લેટફોર્મ કર્યું રજૂ

|

Oct 07, 2024 | 10:52 PM

આ સેવા મોબાઈલ એપ, Amazon.in શોપિંગ એપ, પ્રાઇમ વિડીયો, ફાયર ટીવી અને કનેક્ટેડ ટીવી દ્વારા ઉપલબ્ધ છે. નિવેદન અનુસાર, Amazon MiniTVનું આ એપમાં એકીકરણ આપમેળે થઈ જશે. આ સેવા મોબાઈલ એપ, Amazon.in શોપિંગ એપ, પ્રાઇમ વિડીયો, ફાયર ટીવી અને કનેક્ટેડ ટીવી દ્વારા ઉપલબ્ધ છે.

1 / 7
અગ્રણી ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન ઈન્ડિયાએ સોમવારે જણાવ્યું હતું કે તેણે મફત સ્ટ્રીમિંગ OTT પ્લેટફોર્મ હસ્તગત કર્યું છે. કંપનીએ કહ્યું કે તેણે MX પ્લેયરને તેની કન્ટેન્ટ સ્ટ્રીમિંગ સેવા મિનીટીવી સાથે મર્જ કરીને 'Amazon MX Player' રજૂ કર્યું છે.

2 / 7
એમેઝોને એક્વિઝિશનનું મૂલ્યાંકન જાહેર કર્યું નથી. આ મર્જરનો ઉદ્દેશ્ય મોટા પ્રેક્ષકો માટે પ્રીમિયમ સ્તરનું મફત મનોરંજન લાવવાનો છે.

3 / 7
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, એમેઝોને તાજેતરમાં MX પ્લેયરની કેટલીક પ્રોપર્ટીઝ હસ્તગત કરી છે, જેમાં ભારતમાં એક અગ્રણી ફ્રી સ્ટ્રીમિંગ OTT સર્વિસનો સમાવેશ થાય છે. mx Player અને Amazon MiniTV ને એક સેવામાં મર્જ કરવામાં આવ્યા છે  જેને Amazon MX Player તરીકે નવુ પ્લેટપોર્ટ સામે આવ્યું છે.

4 / 7
આ સેવા મોબાઈલ એપ, Amazon.in શોપિંગ એપ, પ્રાઇમ વિડીયો, ફાયર ટીવી અને કનેક્ટેડ ટીવી દ્વારા ઉપલબ્ધ છે. નિવેદન અનુસાર, Amazon  MiniTV અને MX Playerનું Amazon MX Player એપમાં એકીકરણ આપમેળે થઈ જશે.

5 / 7
એમેઝોન એમએક્સ પ્લેયર તરીકે એમએક્સ પ્લેયર અને મીનીટીવીનો ઉપયોગ કરવા માટે, વપરાશકર્તાઓએ એપ્લિકેશનને ફરીથી ઇન્સ્ટોલ અથવા અપગ્રેડ કરવાની જરૂર રહેશે નહીં.

6 / 7
એમેઝોન એમએક્સ પ્લેયરના વડા કરણ બેદીએ જણાવ્યું હતું કે આ મર્જર અમારા પ્રેક્ષકો, જાહેરાતકર્તાઓ અને સામગ્રી સર્જકો માટે ફાયદાકારક રહેશે અને ભારતમાં એમએક્સ પ્લેયરની પહોંચ વધારશે.

7 / 7
તમને જણાવી દઈએ કે MX Player વર્ષ 2011માં લોન્ચ કરવામાં આવ્યું હતું. જે બાદ વર્ષ 2019માં તેને OTT પ્લેટફોર્મ તરીકે લોન્ચ કરવામાં આવ્યું હતું. MX પ્લેયર અગાઉ ટાઇમ્સ ઇન્ટરનેટની માલિકીનું હતું.

Next Photo Gallery