
ભારતમાં એવી એક વિશેષ ટ્રેન છે, જેમાં મુસાફરોને કોઈપણ ચાર્જ વિના ભોજન આપવામાં આવે છે. આ ટ્રેન “સચખંડ એક્સપ્રેસ” તરીકે ઓળખાય છે અને તેનો ટ્રેન નંબર 12715 છે. તે મહારાષ્ટ્રના નાંદેડ શહેરથી પંજાબના પવિત્ર અમૃતસર સુધી તેની સેવા આપે છે. આ ટ્રેનની વિશેષતા એ છે કે એસી, સ્લીપર તથા જનરલ સહિત દરેક કોચમાં સફર કરતા મુસાફરોને વિનામૂલ્યે ભોજન આપવામાં આવે છે. આ સેવા માટે કોઈ પણ પ્રકારની ફી વસૂલાતી નથી. ( Credits: AI Generated )

આ સેવા નવી નથી.તે છેલ્લા 29-30 વર્ષોથી ચાલી રહી છે અને તેનું મૂળ શીખ લંગર સેવાના સિદ્ધાંત પર આધારિત છે. આ વ્યવસ્થા સંપૂર્ણ રીતે સેવા અને સમાનતાના સિદ્ધાંતો પર આધારિત છે. અહીં ધનિક અને ગરીબ વચ્ચે કોઈ ભેદભાવ નથી, બધા મુસાફરોને સમાન રીતે ભોજન આપવામાં આવે છે. ( Credits: AI Generated )

સચખંડ એક્સપ્રેસ મુસાફરી દરમ્યાન છ મુખ્ય સ્ટેશનો પર ભોજન સેવા આપે છે, જેમાં નવી દિલ્હી, ભોપાલ, પરભણી, જાલના, ઔરંગાબાદ અને મરાઠવાડા સ્ટેશનો શામેલ છે. ( Credits: AI Generated )

આ ભોજન રેલ્વે દ્વારા આપવામાં આવતું નથી. સ્થાનિક ગુરુદ્વારાના સ્વયંસેવકો દ્વારા તૈયાર કરવામાં આવે છે, જે ટ્રેનમાં ચઢે છે અને મુસાફરોને પ્રેમપૂર્વક પીરસે છે. ( Credits: AI Generated )

લંગરમાં આપવામાં આવતું ભોજન સંપૂર્ણપણે શાકાહારી હોય છે. તેમાં રોટલી સાથે શાકભાજી, દાળ અને ભાત, કઢી, પરાઠા અને ખીચડી સામેલ છે. મુસાફરોને ચા અથવા દૂધ પણ આપવામાં આવે છે. ( Credits: AI Generated )

સચખંડ એક્સપ્રેસ માત્ર ટ્રેન નથી, પરંતુ ભાઈચારા અને સેવા પ્રત્યેની પ્રતિબદ્ધતાનું જીવંત પ્રતિનિધિત્વ છે. એજ કારણ છે કે આ ટ્રેન મુસાફરોની યાદોમાં લાંબા સમય સુધી રહી જાય છે. ( નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેન પરથી લેવામાં આવી છે, જે ફક્ત તમારી જાણકારી માટે છે.) ( Credits: AI Generated )