
ટાઇપ 2 ડાયાબિટીસ ધરાવતા 20 લોકો પર કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જામફળના પાંદડાની ચા પીવાથી જમ્યા પછી લોહીમાં ડાયાબીટીસના સ્તરમાં 10 ટકાથી વધુ ઘટાડો થાય છે. આ સંદર્ભમાં જામફળના પાન ખાવાના ફાયદા છે.

જામફળના પાનનો અર્ક માસિક ધર્મને કારણે થતી પીડાની તીવ્રતાને ઘટાડી શકે છે. પીડાદાયક લક્ષણોનો અનુભવ કરતી 197 મહિલાઓના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દરરોજ 6 મિલિગ્રામ જામફળના પાનનો અર્ક લેવાથી પીડાની તીવ્રતા ઓછી થાય છે.

જામફળના પાન વજનને નિયંત્રિત કરવામાં પણ ખૂબ જ ફાયદાકારક છે.

આ તમારા મેટાબોલિઝમને મજબૂત બનાવે છે. આ ખાવાથી આયર્નની ઉણપ પણ દૂર થાય છે. જે લોકો લોહીની ઉણપથી પરેશાન હોય તેમણે તેનું સેવન કરવું જોઈએ.

તે ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તે પિમ્પલ્સને પણ દૂર કરે છે. તે ગ્લો વધારવામાં પણ મદદ કરે છે.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી જરૂરી છે.