
એલોવેરા જેલનો ઉપયોગ સ્કીન અને હેર કેરમાં સદીઓથી કરવામાં આવી રહ્યો છે. આ છોડનું જેલ સ્વાસ્થ્યની સાથે ત્વચાની અનેક સમસ્યાઓને દૂર કરવામાં અસરકારક છે. જો તમે તેનો રોજ ઉપયોગ કરો છો તો ચહેરાની ઘણી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. બાબા રામદેવ જણાવી રહ્યા છે કે તેને ચહેરા પર લગાવવાથી કયા ફાયદા મળી શકે છે.

ત્વચા થાય છે મોઇશ્ચરાઇઝ: એલોવેરા જેલ ત્વચાને ઊંડાણપૂર્વક મોઇશ્ચરાઇઝ કરે છે. તે ત્વચામાં સરળતાથી શોષાઈ જાય છે અને ચીકાશ વગર લાંબા સમય સુધી હાઇડ્રેશન જાળવી રાખે છે.

ખીલ (એક્ને) માટે ફાયદાકારક: જો તમને ખીલ કે મુહાંસાની સમસ્યા થઈ રહી હોય તો તેને દૂર કરવા માટે તમે એલોવેરા જેલનો ઉપયોગ કરી શકો છો. તેમાં રહેલા એન્ટી-બેક્ટેરિયલ અને સોજા વિરોધી ગુણો ખીલ અને બેક્ટેરિયાને ઝડપથી ઓછા કરે છે.

સનબર્નથી રક્ષણ: એલોવેરા જેલ સનબર્નથી પણ બચાવ કરી શકે છે. જો તમારી ત્વચા પર સોજો અને બળતરાની સમસ્યા થઈ રહી હોય તો તેને શાંત કરવા માટે તમે એલોવેરા જેલનો ઉપયોગ કરી શકો છો.

ડ્રાયનેસની સમસ્યા થાય છે દૂર: જો તમારી સ્કીન ખૂબ ઝડપથી ડ્રાય થઈ જતી હોય તો તમે એલોવેરા જેલનો ઉપયોગ કરી શકો છો. એલોવેરા જેલમાં વર્જિન કોકોનટ ઓઇલ (નાળિયેર તેલ) ભેળવીને તેનો ઉપયોગ ડ્રાય સ્કીન પર કરો.