‘નાગિન 7’માં નાગરાજ બનીને અક્ષય કુમારે મારી એન્ટ્રી, શોમાં આવશે મોટો ટ્વિસ્ટ

શોમાં હવે એક શક્તિશાળી ડ્રેગનનો ખતરો ઉભો થયો છે, જે નાગિનની દુનિયા અને તેના અસ્તિત્વને નષ્ટ કરવાની ધમકી આપે છે. આ સંજોગોમાં નાગિનને શારીરિક અને ભાવનાત્મક રીતે ઘણા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે નાગરાજ એટલે કે અક્ષય કુમાર નાગરાનીની હિંમત વધારતો જોવા મળશે.

| Updated on: Apr 10, 2026 | 12:57 PM
1 / 6
પ્રિયંકા ચહર ચૌધરી અભિનીત કલર્સનો 'નાગિન 7' લોકપ્રિય શો છે. હંમેશા તેના ભવ્ય કાલ્પનિક તત્વો અને રસપ્રદ પૌરાણિક કથાઓ માટે જાણીતો રહ્યો છે. આ શોએ ટેલિવિઝનના સૌથી પ્રતિષ્ઠિત ફેન્ટસી ડ્રામામાં પોતાનું સ્થાન મજબૂત રીતે જાળવી રાખ્યું છે. એકતા કપૂરનો આ શો ઘણો પોપ્યુલર છે. ત્યારે શોમાં મોટું સરપ્રાઈઝ કોલેબ જોવા મળ્યું છે. (ફોટો ક્રેડિટ-File Image)

2 / 6
આ વખતે શોમાં એક નવો અને અચંબિત કરનાર ટ્વિસ્ટ ઉમેરાયો છે. પોતાની ફિલ્મ ભૂતબંગલાના પ્રમોશનમાં વ્યસ્ત બોલિવુડ સુપરસ્ટાર અક્ષય કુમાર આ શોમાં ‘નાગરાજ’ના પાત્રમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે, જે શોની કહાનીને એક નવા સ્તરે લઈ જશે. તમને જણાવી દઈએ તો ભૂતબંગલા ફિલ્મને એકતા કપૂરે જ પ્રોડ્યુસ કરી છે આથી હવે નાગિન શોમાં પણ એન્ટ્રી કરી છે.(ફોટો ક્રેડિટ-File Image)

3 / 6
શોમાં હવે એક શક્તિશાળી ડ્રેગનનો ખતરો ઉભો થયો છે, જે નાગિનની દુનિયા અને તેના અસ્તિત્વને નષ્ટ કરવાની ધમકી આપે છે. આ સંજોગોમાં નાગિનને શારીરિક અને ભાવનાત્મક રીતે ઘણા  પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે નાગરાજ એટલે કે અક્ષય કુમાર નાગરાનીની હિંમત વધારતો જોવા મળશે. (ફોટો ક્રેડિટ-File Image)

4 / 6
આ જ સમયે નાગરાજ દૈવી શક્તિ તરીકે પ્રગટ થાય છે. તે માત્ર નાગિનનું રક્ષણ જ નથી કરતો, પણ તેની શક્તિ અને હેતુને ફરીથી સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમ છતાં, વધતી દુશ્મન શક્તિઓ વચ્ચે પ્રશ્ન રહે છે કે શું આ સહાય પૂરતી સાબિત થશે.(ફોટો ક્રેડિટ-File Image)

5 / 6
આ ટ્રેકમાં પ્રાચીન શક્તિઓ વચ્ચેનો ટક્કર દર્શાવવામાં આવ્યા છે, જે કથાને વધુ રસપ્રદ બનાવે છે. આ મુકાબલો નાગિનની સફર અને તે જે દુનિયાને બચાવવા માટે લડે છે તેને નવી દિશા આપી શકે છે.(ફોટો ક્રેડિટ-File Image)

6 / 6
આ અંગે અભિનેત્રી Priyanka Chahar Choudharyએ જણાવ્યું કે અક્ષય કુમાર સાથે કામ કરવાનો અનુભવ ખૂબ જ ખાસ રહ્યો. તેમણે કહ્યું કે અક્ષય સર સાથે સ્ક્રીન શેર કરવું ગૌરવની વાત છે, કારણ કે તેઓ સહ-અભિનેતા તરીકે ખૂબ સહયોગી છે. આવનારા એપિસોડ્સમાં દર્શકોને એક ભવ્ય અને અલૌકિક દૃશ્ય જોવા મળશે તેવી પણ તેમણે આશા વ્યક્ત કરી છે.(ફોટો ક્રેડિટ-File Image)

Follow Us