
ટાયરમાં ડ્રાય નાઇટ્રોજન ભરવામાં આવે છે જેથી જ્યારે વિમાન ગરમ જગ્યાએથી શૂન્યથી નીચે તાપમાનવાળા ઠંડા સ્થળે જાય, ત્યારે તેમાં બરફ ન જામી જાય.

જો ટાયરમાં ભેજવાળો ગેસ ભરાયેલો હોય અને તે શૂન્યથી નીચે તાપમાનવાળી જગ્યાએ પહોંચે, તો તેમાં બરફ જામવાથી ટાયર ફાટી શકે.

આ જ કારણ છે કે ઠંડી જગ્યાએ લેન્ડિંગ દરમિયાન કોઈ અકસ્માત ન થાય, તે માટે વિમાનના ટાયરમાં સામાન્ય હવા નહીં, પણ સૂકા નાઇટ્રોજન ગેસ ભરવામાં આવે છે.

સૂકા નાઇટ્રોજન ગેસના કારણે, વિમાન ઠંડી જગ્યાએ સરળતાથી ઉતરી શકે છે. આ જ કારણ છે કે વિમાનના ટાયરમાં આ ગેસનો ઉપયોગ કરવામાં આવે છે.