Air Purifier Plants : મોંઘા એર પ્યુરીફાયરને બદલે આ છોડ તમારા ઘરની હવા સાફ કરશે

|

Nov 15, 2024 | 4:20 PM

દિલ્હી એનસીઆરમાં વાયુ પ્રદુષણના સ્વાસ્થ સંકટ વધારી રહ્યું છે.અહિ કેટલાક વિસ્તારમાં AQI 400ને પાર થઈ ગયો છે. તમે ઘરની હવા સુધારવા માટે કેટલાક છોડ રાખી શકો છો. તો ચાલો જાણીએ ક્યા ક્યા પ્લાન્ટ છે. જે તમારા ઘરની હવાને શુદ્ધ કરશે.

1 / 5
શિયાળાની ઋતુ શરુ થઈ ચૂકી છે, આ સાથે આપણે જોઈએ તો દિલ્હીમાં હવાનું પ્રદુષણ ખુબ વધ્યું છે. ઝેરીલી હવાના કારણે અનેક બિમારીઓનો ખતરો પણ વધી ગયો છે. આજે આપણે કેટલાક એવા છોડ વિશે વાત કરીશું જે તમારા ઘરની હવાને શુદ્ધ કરવામાં મદદ કરી શકે છે.નાસાના સંશોધનમાં જાણવા મળ્યું છે કે કેટલાક છોડ ઘરમાં હવામાં રહેલા ઝેરી તત્વોને શોષી શકે છે.

2 / 5
આ છોડને તમારા ઘરમાં લગાવવાથી હાનિકારક કિરણને ફિલ્ટર કરવામાં મદદ મળે છે. સ્નેક પ્લાન્ટમાં કાર્બન ડાયોક્સાઈડ શોષવાની ક્ષમતા હોય છે. તે ઘરમાં સ્વચ્છ ઓક્સિજન વધારવામાં મદદ કરે છે.

3 / 5
એલોવીરા ઠોડ સ્કિન અને હેલ્થ માટે ફાયદાકારક હોવાની સાથે સાથે હવાને પણ શુદ્ધ કરવાનું કામ કરે છે. ઘરના આંગણામાં રાખવાથી હવાને શુદ્ધ કરવામાં મદદ કરે છે. એલોવેરાબેન્ઝીન અને ફોર્માલ્ડીહાઈડ જેવા હાનિકારક કણોને ફિલ્ટર કરવામાં મદદ કરે છે.

4 / 5
 તમે ઘરમાં બેમ્બુપામ રાખી શકો છો. આ પ્લાન્ટ હવામાં હાજર બેન્ઝીન, ફોર્માલ્ડીહાઈડ, ટ્રાઈક્લોરોઈથીલીન, ઝાયલીન અને ટોલ્યુઈન જેવા ખતરનાક કણોને ફિલ્ટર કરવાનું કામ કરે છે. (photo :amazon )

5 / 5
સ્પાઈડર પ્લાન્ટ હવામાં રહેલા  ઝેરી તત્વોને શોષી શકે છે.તેમજ ઘરમાં ઓક્સીજનની ઉણપને દૂર કરવામાં મદદ કરે છે. તેને રિબન પ્લાન્ટ અથવા એર પ્લાન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તમે તેને બેડરૂમ અથવા લિવિંગ રૂમમાં રાખી શકો છો.  (photo :amazon )

Published On - 4:16 pm, Fri, 15 November 24

Next Photo Gallery