AC Tips and tricks : ચિપચિપી ગરમીમાં AC ક્યા મોડ પર ચલાવવું, ટિપ્સ ફોલો કરવાથી મળશે ભેજથી રાહત

|

Jul 27, 2024 | 9:41 AM

Technology Tips : AC ને 24-26 ડિગ્રી સેલ્સિયસ પર સેટ કરો. આ તાપમાન આરામદાયક રહે છે અને એનર્જી સેવિંગ માટે પણ સારું છે. પંખાની સ્પીડ પણ મધ્યમ કે ધીમી રાખો. આ હવાનું યોગ્ય સર્ક્યુલેશન સુનિશ્ચિત કરે છે અને ઠંડી હવા આખી રુમમાં ફેલાય છે.

1 / 5
ભેજથી રાહત આપવા અને આરામદાયક વાતાવરણ જાળવવા માટે ભેજવાળા ઉનાળામાં ACનો યોગ્ય રીતે ઉપયોગ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. અહીં અમે તમને એર કંડિશનરની મદદથી ભેજથી બચવા માટે કેટલીક ટિપ્સ જણાવી રહ્યા છીએ. ઘણી વખત યુઝર્સ વિચારે છે કે ભેજવાળા હવામાનમાં એર કંડિશનરની ઠંડક વધારીને આ ભેજથી રાહત આપશે. પરંતુ આવું થતું નથી.

2 / 5
ડ્રાય મોડનો ઉપયોગ કરો : મોટાભાગના એર કંડિશનરમાં 'ડ્રાય મોડ' હોય છે. આ મોડ ભેજ ઘટાડવા માટે બેસ્ટ છે. કારણ કે તે હવામાંથી ભેજને શોષી લે છે, જેનાથી હવા ઠંડી અને આરામદાયક લાગે છે.

3 / 5
ટેમ્પરેચર સેટિંગ : AC ને 24-26 ડિગ્રી સેલ્સિયસ પર સેટ કરો. આ તાપમાન આરામદાયક રહે છે અને એનર્જી સેવિંગ માટે પણ સારું છે. પંખાની સ્પીડ પણ મધ્યમ કે ધીમી રાખો. આ હવાનું યોગ્ય સર્ક્યુલેશન સુનિશ્ચિત કરે છે અને ઠંડી હવા આખી રુમમાં ફેલાય છે.

4 / 5
રૂમની છત : ખાતરી કરો કે રૂમ સંપૂર્ણપણે બંધ હોય અને દરવાજા અને બારીઓ સારી રીતે બંધ કરેલી છે. જેથી બહારથી ગરમ અને ભેજવાળી હવા અંદર ન આવી શકે. આ સાથે ACની નિયમિત સફાઈ અને જાળવણી કરો, જેમ કે ફિલ્ટર સાફ કરવું, જેથી AC અસરકારક રીતે કામ કરી શકે.

5 / 5
રાત્રે 'સ્લીપ મોડ'નો ઉપયોગ કરો : કેટલાક ACમાં 'સ્લીપ મોડ' હોય છે જે તાપમાનમાં ધીમે-ધીમે વધારો કરે છે અને એનર્જી સેવિંગ કરે છે. આ ઉપાયોને અનુસરીને તમે ચીપચીપી ગરમીમાં આરામથી રહી શકો છો અને ભેજથી રાહત મેળવી શકો છો.

Published On - 9:28 am, Sat, 27 July 24

Next Photo Gallery