
શેર માર્કેટમાં લિસ્ટેડ વધુ એક કંપની ડિલિસ્ટિંગ કરવા જઈ રહી છે એટલે કે કંપનીના શેરનું ટ્રેડિંગ બંધ કરવામાં આવશે. આ અંગે કંપની દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે AIA Engineeringની સબસિડિયરી કંપની Welcast Steels Ltd એ ડિલિસ્ટિંગની જાહેરાત કરી છે. આ માટે 29 એપ્રિલના રોજ કંપની દ્વારા અખબારોમાં જાહેરાત આપવામાં આવી છે.

Welcast Steels Ltdમાં હાલમાં પ્રમોટર્સ પાસે 74.85 ટકા શેરનો હિસ્સો છે, ત્યારે હવે બાકીનો 25.15 ટકા હિસ્સો પણ પ્રમોટર્સ ખરીદી લેશે.

Welcast Steels કંપનીનું માર્કેટ કેપ 116 કરોડનું છે. આ કંપનીનો શેર 30 એપ્રિલે માર્કેટ બંધ થયું ત્યારે 2.66 ટકા વધીને રૂ.1816 પર બંધ થયો હતો.

1972માં સ્થાપિત વેલકાસ્ટ સ્ટીલ્સ લિમિટેડ હાઇ ક્રોમ ગ્રાઇન્ડીંગ મીડિયા બોલ્સનું ઉત્પાદન કરે છે.
Published On - 6:44 pm, Mon, 29 April 24