જ્યાં પગલે પગલે છે મોજ, મસ્તી અને એડવેન્ચર, કાંકરિયામાં બાળકો માટે બન્યો ડિઝનીલેન્ડ જેવો રોમાંચથી ભરેલો Me Park – જુઓ Photos

અમદાવાદના કાંકરિયા લેક ફ્રન્ટ ખાતે આવેલી બાલવાટિકા એ બાળકો માટે સ્વર્ગ સમાન છે. રંગબેરંગી લાઇટો, ગેમિંગ ઝોન, અને 28 થીમ આધારિત ઝોન સાથે, આ પાર્કમાં સ્નો પાર્ક, ડાયનાસોર પાર્ક, ઈલ્યુઝન હાઉસ, અને મ્યુઝિયમ જેવા અનેક આકર્ષણો છે. જ્યાં બાળકો માટે આ એક અનફર્ગેટેબલ અનુભવ છે.

| Edited By: | Updated on: Jul 27, 2025 | 2:04 PM
1 / 10
"બાલવાટિકા" The Me Park. આ નામ છે અમદાવાદના નાગરિકોને મળેલ ફરવા લાયક માણવાલાયક પાર્ક. એક એવું સ્થળ કે જ્યાંથી બાળકોને પરત ઘરે જવું નહીં ગમે. આ સ્થળ છે કાંકરિયા લેક ફ્રન્ટમાં આવેલ સૌની પ્રિય બાલવાટિકા.

2 / 10
અહીં રંગબેરંગી લાઈટો સાથે ગેમીંગ ઝોન અને આંખોને ગમે એવા વિવિધ ટ્રાન્સફોર્મરો સાથે આશરે 28 જેટલા થીમ બેઝ ઝોન બનાવવામાં આવ્યા છે. 22 કરોડના ખર્ચે બનેલા બાલવાટીકામાં વિવિધ મ્યુઝિયમ અને રાઈડ નો સમાવેશ કરવામાં આવ્યો છે.

3 / 10
અહીં સૌથી ઊંચો પારદર્શક ગ્લાસ ટાવર બનાવવામાં આવ્યો છે. જેમાં ટ્રાન્સપરન્ટ ગ્લાસ ઉપરથી એક સાથે આશરે 40 લોકો  કાંકરિયા પરિસરનો નજારો જોઈ શકશે.

4 / 10
અહીં બારેમાસ કશ્મીરના બરફીલા ઠંડા, ચિલ્ડ વાતાવરણનો અનુભવ કરાવતો સ્નોપાર્ક બનાવવામાં આવ્યો છે. જેમાં લપસણીની સાથે અવકાશી નાભો મંડળનું એન્વાયરમેન્ટ ઊભું કરવામાં આવ્યું છે.

5 / 10
વિરાટ કોહલી, અમિતાભ બચ્ચન, સ્પાઇડરમેન જેવા વ્યક્તિઓના વેક્સ કેરેક્ટર મૂકવામાં આવ્યા છે.

6 / 10
આ ઉપરાંત ડાયનાસોર પાર્ક, સેલ્ફી પોઇન્ટ, એડવેન્ચર પાર્ક, ડિયર ટ્રેન, લેઝી રિવર, ગ્લો સ્ટેશન, કિડ્સ ગો કાર્ડ વગેરે બાળકોને એન્જોય કરવા માટે મળી રહેશે. અહીં ડાયનાસોર પાર્ક અને ઇલ્યુઝન હાઉસ પણ ઊભા કરવામાં આવ્યા છે. જેમાં એક જ સ્થળે મુવિંગ કરતા ડાયનોસોરના વિવિધ પ્રજાતિના આબેહૂબ સ્કલ્પચર તૈયાર કરવામાં છે.

7 / 10
અહીં બુટ હાઉસ ની સાથે બાળકો રોબોટિક વોકનો  અનુભવ કરી શકે તેવો મુવીંગ રોબર્ટ રાખવામાં આવ્યો છે.

8 / 10
તમને આશ્ચર્યચકિત કરે  તેવું ઈલ્યુઝન હાઉસ તૈયાર કરવામાં આવ્યું છે. દેશ અને વિશ્વની વિવિધ કરન્સી અને કોઈનનું કલેક્શન ધરાવતું મ્યુઝિયમ મ્યુઝિયમ, હેપી રીંગ, બટરફ્લાય પાર્ક વગેરેને સમાવેશ બાલવાટિકામાં કરવામાં આવ્યો છે.

9 / 10
બાલ વાટિકામાં પ્રવેશવા માટે ₹50 ની એન્ટ્રી ફી રાખવામાં આવી છે જેમાં ગ્લો સ્ટેશન, સેલ્ફી પોઇન્ટ, લેન્ડસ્કેપ ગાર્ડન, કોઈન હાઉસ,  ગ્લાસ હાઉસ, શુ હાઉસ વગેરેનો સમાવેશ થાય છે.

10 / 10
જ્યારે બીજી રાઇડ્સ અને થીમ પાર્ક માટે અલગથી ફી ચૂકવી ટિકિટ ખરીદી પડશે.

Published On - 9:01 pm, Sat, 26 July 25