
આ પાત્રોને ભજવનાર વિદ્યાર્થીઓ પણ ભારે ઉત્સાહિત જોવા મળ્યા હતા. બાળરામ, બાળ લક્ષ્મણ અને નાનકડા સીતાજીના ગેટઅપમાં આ બાળકો મનમોહક લાગી રહ્યા હતા.

22 જાન્યુઆરીએ અયોધ્યામાં આયોજિત થનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવા માટે દરેક ઘરોમાં રામનામ જ્યોતિ પ્રગટાવવાની પીએમ મોદીએ હાકલ કરી છે.

દેશવાસીઓને પીએમ મોદીએ આ દિવસે ઘરોને સુશોભીત કરી, રંગોળી કરી, આસોપાલવના તોરણ બાંધવા, સાંજે ઘરોમાં દીવાઓ પ્રગટાવવા, અને રોશનીથી શણગારવા જણાવ્યુ છે.

નાનામોટા સહુ કોઈ હાલ રામના રંગમાં રંગાઈ રહ્યા છે. ભગવાન શ્રી રામના નામની રંગોળી કરવામાં આવી રહી છે. તેમજ વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવી રહ્યા છે.

22 જાન્યુઆરીએ સાડા પાંચસો વર્ષ બાદ ભગવાન શ્રીરામ તેમના નીજ મંદિરમાં પ્રવેશ કરી રહ્યા છે. ત્યારે સમગ્ર દેશમાં દીવાળી જેવો માહોલ છે અને વિવિધ કાર્યક્રમો આયોજિત કરી લોકો આ ઉત્સવને મનાવી રહ્યા છે.

દેશભરની શાળાઓમાં પણ વિવિધ પ્રકારે ઉજવણી થઈ રહી છે. જેમા ક્યાંક ચિત્ર સ્પર્ધા તો ક્યાંક રામાયણ આધારીત નાટકો વિદ્યાર્થીઓ ભજવી રહ્યા છે. જેમા સીટીએમની મધર સ્કૂલમાં રામાયણના પાત્રો આધારીત વેશભૂષા યોજાઈ હતી.