Ahmedabad : સ્વાદ રસિકો માટે જમાલપુર રિવરફ્રન્ટ પર શરુ થઇ નવી ફૂટ કોર્ટ, જાણો શું છે ખાસિયત

|

Feb 27, 2024 | 1:01 PM

અમદાવાદ શહેરના સ્વાદના રસિયાઓ અને ખાવાના શોખીનો માટે અનેક સ્થળો આવેલા છે. જેમ કે માણેક ચોક, સિંધુ ભવન રોડ, અંકુર ચાર રસ્તા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને શહેરીજનોની આ લાગણીને ધ્યાનમાં રાખીને એક નવો ફૂડ ઝોન બનાવ્યો છે.

1 / 8

2 / 8
રિવરફ્રન્ટની પૂર્વ બાજુએ સુભાષ બ્રિજ પાસે અને શાહીબાગ ડફનાળા તરફ જતા રોડ ઉપર ફૂડ કોર્ટ બનાવવામાં આવ્યા છે. પશ્ચિમ વિસ્તારના શહેરીજનોને પણ ફૂડ કોર્ટનો લાભ મળી રહે તે માટે અમદાવાદ શહેરમાં આવેલ જમાલપુર બ્રિજ નીચે એક નવી ફૂડ કોર્ટ શરૂ કરવામાં આવી છે.

3 / 8
આ ફૂડ કોર્ટ સાંજના સમયે શરૂ થાય છે અને રાત્રે 12:00 વાગ્યા સુધી શહેરીજનો માટે ખુલ્લી રહે છે. અહીં સ્વાદના રસિયાઓ માટે વિવિધ પ્રકારના વિવિધ ફૂડ અવેલેબલ છે.

4 / 8
અહીં તમને માણેકચોકના ઢોંસાની સાથે ચાઈનીઝ ફૂડ ખાવા મળશે. ગુજરાતી ઢોકળાની સાથે પિત્ઝાનો ટેસ્ટ પણ માણવા મળશે. આ ઉપરાંત આઈસ્ક્રીમ, ભાજીપાવ,પુલાવ અને બરફ ગોળાની લિજ્જત માણવા પણ મળશે.

5 / 8
સાબરમતી નદીના કિનારે આવેલ રિવરફ્રન્ટમાં જમવા સાથે શહેરીજનોને સાઇકલ રાઈડ, ફ્રી પાર્કિંગની સુવિધા પણ મળે છે. અહીં લાઇટિંગ કરીને સુંદર મજાનું એટમોસ્ફિયર ઊભું કરવામાં આવ્યું છે.

6 / 8
અહીં સાંજના સમયે નદી ઉપરથી આવતા ઠંડા પવનો અને આ લાઇટિંગ તમને જમવામાં અનેરો આનંદ આપે છે. આ સાથે જ તમે બેડમિન્ટન, ક્રિકેટ વગેરે જેવા રમતના સાધનો ઘરેથી લાવીને બાળકો સાથે રમવાની મજા માણી શકો છો.

7 / 8
 આ ફૂડ કોર્ટથી અટલબ્રિજ 500 મીટરના અંતરે આવેલો છે. અટલબિજ ઉપર સુંદર મજાનું લાઇટિંગ કરવામાં આવ્યું છે. ફૂડ કોર્ટથી અટલબ્રિજનો બ્યુટીફુલ લૂક પણ તમને અહીં જમવાની સાથે જોવા મળી રહે છે.

8 / 8
અહીં મ્યુઝિકલ બેન્ડ પણ રાખવામાં આવ્યું છે. આ બેન્ડ તમને કર્ણપ્રિય ધૂન અને સુંદર ગીતો સંભળાવે છે. જમવાની સાથે લાઈવ મ્યુઝિક પર્ફોર્મન્સ સાંભળવાની પણ એક અલગ મજા શહેરીજનોને મળી રહે છે. આ ઉપરાંત તમે રાતના સમયે સેલ્ફી પોઇન્ટ ઉપરથી તમારા મિત્રો કે ફેમિલી સાથે સેલ્ફી પણ લઈ શકો છો.

Published On - 12:08 pm, Tue, 27 February 24

Next Photo Gallery