સુવિધા : અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનની કરાશે કાયાપલટ, આ કંપનીને મળ્યું છે ટેન્ડર

ગુજરાતના સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશનના રિ-ડેવલપમેન્ટનું કામ હવે ટૂંક સમયમાં શરૂ થશે. કેન્દ્રીય કેબિનેટની મંજુરી બાદ હવે કંપની દ્વારા સ્ટેશન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મે મહિનામાં ટેન્ડરમાં ઊંચી બોલી લગાવ્યા બાદ જૂનમાં ફરીથી ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા.

| Updated on: Jan 08, 2024 | 11:53 PM
4 / 5
અમદાવાદ રેલ્વે સ્ટેશન પર હાલમાં બે મિનારા છે પરંતુ પુનઃવિકાસ સાથે તેમાં મોઢેરા સૂર્ય મંદિરની ઝલક જોવા મળશે. અમદાવાદ રેલવે સ્ટેશન પર જ બુલેટ ટ્રેન સ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે. અહીં બુલેટ ટ્રેન મેટ્રો અને રેલવેની ઉપરથી ઝડપથી પસાર થશે. ગુજરાતમાં બુલેટ ટ્રેનની ટ્રાયલ 2026ના મધ્યમાં પ્રસ્તાવિત છે. આવી સ્થિતિમાં જ્યારે મુંબઈ-અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન શરૂ થશે ત્યારે અમદાવાદનું કાલુપુર સ્ટેશન પણ વર્લ્ડ ક્લાસ સુવિધાઓથી સજ્જ થશે. હાલમાં અમદાવાદ રેલવે સ્ટેશન પર કુલ 12 પ્લેટફોર્મ છે. આ સ્ટેશન ગુજરાતનું સૌથી વ્યસ્ત સ્ટેશન છે.

5 / 5
અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પશ્ચિમ રેલ્વે માટે આ સૌથી વધુ નફો આપતું સ્ટેશન પણ છે. વિભાજન પહેલા સિંધ મેલ અહીંથી પસાર થતો હતો. અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો હાલમાં નાના-મોટા 19 રેલવે સ્ટેશન છે. અગાઉ અમદાવાદનું આ સ્ટેશન ગોકુલદાસ કોન્ટ્રાક્ટર અને એસોસિએટ્સ દ્વારા બનાવવામાં આવ્યું હતું.

Published On - 6:18 pm, Mon, 8 January 24