
અહીં 10 લાખથી વધુ ફૂલો અને 30 થી વધુ સ્કલ્પચર્સ મુકવામાં આવ્યા છે. પ્રકૃતિ અને સંસ્કૃતિના સંગમ સમાન આ ફ્લાવર શૉ ની મુલાકાત પ્રવાસીઓને આકર્ષશે.

ભારતનો વિકાસ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, ભારતીય સંસ્કૃતિ અને ઐતિહાસિક વિરાસત અને આપણા દેશમાં આગામી સમયમાં થનારા આયોજનો જેવા વિવિધ પાસાઓને અહીં અલગ-અલગ ઝોન બનાવીને ફૂલોના માધ્યમથી રજૂ કરવામાં આવ્યા છે.

ફ્લાવર શોમાં મુલાકાતીઓ માટે ટિકિટનો ભાવ સોમથી શુક્ર દરમિયાન 70 રૂપિયા રહેશે. જ્યારે શનિ-રવિ દરમિયાન ટિકિટ 100 રૂપિયા રહેશે.

અહીં વિવિધ સ્થળોએ QR કોડ સ્કેન કરીને જે-તે ફૂલ, સ્કલ્પચર કે ઝોન અંગેની માહિતી પણ મેળવી શકાય છે. આ વખતે ઘણાં કોર્પોરેટ અને સરકારી એકમો પણ આ ફ્લાવર શૉ માં ભાગીદાર બન્યા છે. અહીં બાળકો માટેના વિવિધ આકર્ષણો જેવા કે સોવેનિયર શોપ, નર્સરી, ફૂડ સ્ટોલ બધુ જ છે