
AMCએ અમદાવાદના આ ઝુપડપટ્ટી વિસ્તારના લોકોને પુનર્વસન કરાવીને અહીં બાંધકામ કરવાનું કામ કંપનીને સોંપ્યુ છે. વિકાસનું આ કામ નીલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીને 99.08 કરોડ રુપિયામાં આવ્યુ છે. આ કંપની દ્વારા અહીં રહેણાંક મકાનો અને કોમર્શિયલ દુકાનો બનાવવામાં આવશે.

નીલા ઇન્ફ્રાસ્ટ્રકચર કંપની દ્વારા ગુલબાઇ ટેકરા વિસ્તારમાં 854 રહેણાંક મકાન અને 10 જેટલી કોમર્શિયલ શોપ બનાવવામાં આવશે. આ કામ પુરુ કરવા માટે આ કંપનીને 24 મહીનાનો સમય આપવામાં આવ્યો છે.
Published On - 2:51 pm, Tue, 6 February 24