
આ રોડ શોને પગલે અમદાવાદ ઍરપોર્ટથી ગાંધી આશ્રમ સહિતના તમામ રોડને રંગબેરંગી લાઈટિંગ દ્વારા શણગારવામાં આવ્યા છે.

ચાર વર્ષ બાદ પાટનગર ગાંધીનગરમાં યોજાઈ રહેલ વાઈબ્રન્ટ સમિટને સફળ બનાવવા સરકાર અને સરકારના અધિકારીઓ ખડેપગે તૈયારીઓમાં લાગેલા છે.

આ સમિટમાં 30થી વધુ દેશોના ડેલિગેશન આવી રહ્યા છે અને આજ સાંજથી દેશવિદેશના મહાનુભાવોનું આગમન શરૂ થઈ જશે. ત્યારે અમદાવાદ ઍરપોર્ટ રૂટ પર પણ વિવિધરંગી રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે.

આ વર્ષેની વાઈબ્રન્ટ સમિટમાં 45 હજાર ડેલિગેટ્સે રજિસ્ટ્રેશન કરાવ્યુ છે. જ્યારે 40 હજારથી વધુ કંપનીએ ભાગ લેવા તૈયારી બતાવી છે. આ સમિટમાં ગ્રીન હાઈડ્રોજન, ઈલેક્ટ્રીક મોબિલિટી અને રિન્યુએબલ એનર્જી જેવા વિષયો પર ફોકસ રહેશે

ઍરપોર્ટથી શરૂ થનારા રોડ શોને પગલે ઍરપોર્ટ પર પણ તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. રોડ શો રૂટ પર વિવિધ રાજ્યોના સાંસ્કૃતિક કાર્યક્રમોને લઈને સ્ટેજ બનાવામાં આવ્યા છે.

રસ્તાની બંને બાજુ ઉભા રહીને બંને દેશોના મહાનુભાવોનું લોકો સ્વાગત કરે તે પ્રકારનુ આયોજન કરવામાં આવ્યુ છે.
Published On - 5:52 pm, Mon, 8 January 24