તોડફોડની ઘટના બાદ ઘર છોડવા પર મજબૂર થયા અલ્લુ અર્જુનના બાળકો, અભિનેતા ચિંતિત

|

Dec 23, 2024 | 1:49 PM

અલ્લુ અર્જુનના ઘરે બનેલી ઘટના બાદ પોલીસે આરોપીની ઓળખ ઓસ્માનિયા યુનિવર્સિટી જોઈન્ટ એક્શન કમિટી (OU-JAC)ના સભ્યો તરીકે કરી છે. પોલીસે 8 લોકોની અટકાયત કરી છે અને 6 સામે ગુનો નોંધ્યો છે.

1 / 5
 હૈદરાબાદમાં 22 ડિસેમ્બર રવિવારે પુષ્પા 2 એક્ટર અલ્લુ અર્જુનના ઘર બાહર તોડફોડ કરવામાં આવી હતી. સંધ્યા થિયેટર નાસભાગમાં મૃત્યુ બાદ ન્યાયની માંગ કરી રહેલા દેખાવકારોએ અભિનેતાના ઘરને નિશાન બનાવ્યું હતું અને ઘર બહાર ભારે તોડફોડ મચાવી દીધી હતી. જે ઘટના બાદ અલ્લુ અર્જુનના બાળકો ઘર છોડવા મજબૂર થયા છે. અલ્લુ અર્જુને તેના બાળકો અલ્લુ અરહા અને અલ્લુ અયાનને સુરક્ષિત રીતે દાદાના ઘરે મોકલી દીધા છે.

2 / 5
અલ્લુ અર્જુનના ઘરે બનેલી ઘટના બાદ પોલીસે આરોપીની ઓળખ ઓસ્માનિયા યુનિવર્સિટી જોઈન્ટ એક્શન કમિટી (OU-JAC)ના સભ્યો તરીકે કરી છે. પોલીસે 8 લોકોની અટકાયત કરી છે અને 6 સામે ગુનો નોંધ્યો છે. હવે જે વિડિયો ઓનલાઈન સામે આવ્યો છે, તેમાં અભિનેતાના બાળકોને પરિવારના કેટલાક સભ્યો કારમાં ઘરની બહાર લઈ જતા જોવા મળે છે.

3 / 5
જ્યારે મીડિયાએ કારને ઘેરી લીધી અને અંદરની તસવીર લેવાનો પ્રયાસ કર્યો, ત્યારે પુત્રી આરહા પરેશાન જોવા મળી હતી. કહેવામાં આવી રહ્યું છે કે બાળકોને તેમના દાદાના ઘરે લઈ જવામાં આવ્યા છે. જો કે અલ્લુ અર્જુને તેના ઘરની બહારના વિરોધ અંગે હજુ સુધી કોઈ ટિપ્પણી કરી નથી,

4 / 5
અલ્લુના પિતા, નિર્માતા અલ્લુ અરવિંદે રવિવારે રાત્રે 22 ડિસેમ્બરે મીડિયા સાથે તેના ઘર પરના હુમલા વિશે વાત કરી હતી. તેમણે હુમલાની નિંદા કરી અને કહ્યું કે આવી ઘટનાઓને પ્રોત્સાહન ન આપવું જોઈએ.

5 / 5
અલ્લુ અરવિંદે મીડિયા સાથે વાત કરતા કહ્યું, 'આજે અમારા ઘરે જે બન્યું તે બધાએ જોયું છે. પરંતુ હવે સમય આવી ગયો છે કે આપણે તે પ્રમાણે કાર્ય કરીએ. અત્યારે આપણા માટે કોઈ પણ બાબત પર પ્રતિક્રિયા આપવાનો યોગ્ય સમય નથી. તમને જણાવી દઈએ કે પોલીસે 6 લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે. પશ્ચિમ ઝોનના ડીસીપીએ જણાવ્યું હતું કે લગભગ 4.45 વાગ્યાની આસપાસ અભિનેતાના ઘરની બહાર દરેક લોકો નારા લગાવી રહ્યા હતા. અને તે પછી તેઓએ ટામેટાં ફેંકવાનું શરૂ કર્યું.

Published On - 1:46 pm, Mon, 23 December 24

Next Photo Gallery