
આ ટાસ્ટ દરમિયાન, મૃદુલ તિવારી અને શાહબાઝ બદેશા પણ કેપ્ટન બનવાની રેસમાં ભાગ લેશે. આ કેપ્ટનસી ટાસ્કમાં નવો કેપ્ટન પસંદ થશે. વોટિંગ ટ્રેન્ડના આધારે નવો કેપ્ટન પસંદ કરવામાં આવશે. સૌથી ઓછા મત મેળવનાર સ્પર્ધક કેપ્ટન બનશે. આગામી એપિસોડમાં ખુલાસો થશે

બિગ બોસના જણાવ્યા મુજબ ટાસ્કમાં, બધા સ્પર્ધકોએ બે-બે લોકોના નામ આપવાના હતા. જેમાં મૃદુલે નેહલ અને તાન્યાનું નામ આપ્યું, ઝીશાને તાન્યા અને અશ્નૂરનું નામ આપ્યું, કુનિકા સદાનંદને તાન્યા અને શાહબાઝનું નામ આપ્યું, અશ્નૂરે તાન્યા અને શાહબાઝનું નામ આપ્યું, તાન્યાએ નેહલ અને અશ્નૂરનું નામ આપ્યું, શાહબાઝે નેહલ અને અશ્નૂરનું નામ આપ્યું, નેહલે તાન્યા અને શાહબાઝનું નામ આપ્યું, અને પ્રણીતે તાન્યા અને શાહબાઝનું નામ આપ્યું.

જો કે આ ટાસ્ટમાં ટ્વિસ્ટ એ છે કે સૌથી ઓછા મત મેળવનાર સ્પર્ધક ઘરનો કેપ્ટન બનશે. જેમાં નેહલ ચુડાસમાને આ ટાસ્કમાં સૌથી ઓછા મત મળ્યા અને તેને ઘરની નવી કેપ્ટન બનાવવામાં આવશે. બિગ બોસનો નિર્ણય સાંભળીને બધા ચોંકી જશે. તમને જણાવી દઈએ કે આ એપિસોડ આવતીકાલે શુક્રવારે બતાવવામાં આવશે.