શું તમે પણ ભોજન પર ઉપરથી મીઠું ઉમેરીને ખાઓ છો ? જાણો શરીર પર થતી તેની 4 ગંભીર અસર !

મીઠા વગર ભોજનનો સ્વાદ અધૂરો લાગે છે. ભારતમાં લોકો મીઠાનો ભરપૂર ઉપયોગ કરે છે. ઘણા લોકો તો ભોજન તૈયાર થયા પછી પણ ઉપરથી મીઠું ઉમેરીને ખાય છે. પરંતુ શું તમે જાણો છો કે ભોજન પર ઉપરથી મીઠું નાખીને ખાવાથી શરીર પર શું અસર થાય છે?

| Updated on: Jul 17, 2026 | 9:48 AM
1 / 6
ભારતમાં લોકો સ્વાદિષ્ટ ભોજનનો ખૂબ જ આનંદ માને છે. શાકભાજી, દાળ, ચટણી, સલાડ જેવા દરેક ખોરાકમાં યોગ્ય પ્રમાણમાં મીઠું અને સ્વાદ જોઈએ. જો ભોજનમાં મીઠું થોડું પણ ઓછું લાગે તો ઘણા લોકો ઉપરથી મીઠું ઉમેરી દે છે. (Image Source | iStock)

2 / 6
ઘણા લોકોને પીરસવામાં આવતા ખોરાક પર થોડું મીઠું ઉમેરવાની આદત હોય છે. ભલે તે પહેલાથી જ ખારું કેમ ના હોય. પરંતુ શું તમે જાણો છો કે આ નાની આદત ધીમે-ધીમે તમારા સ્વાસ્થ્ય પર ઊંડી અસર કરી શકે છે? (Image Source | iStock)

3 / 6
કોઈપણ ખોરાકમાં વધારાનું મીઠું ઉમેરવું નુકસાનકારક હોઈ શકે છે. તે બ્લડ પ્રેશર વધારી શકે છે. કારણ કે મીઠું ઉમેરવાથી તમારા બ્લડ પ્રેશર પર સીધી અસર પડે છે. આપણા શરીરને દિવસભર મર્યાદિત માત્રામાં સોડિયમની જરૂર પડે છે. આનાથી વધુ ખાવાથી નુકસાન થઈ શકે છે. (Image Source | iStock)

4 / 6
મીઠું બ્લડ પ્રેશર વધારી શકે છે. સ્થૂળતા તરફ દોરી શકે છે. વધુમાં તે હૃદય અને કિડનીના રોગનું જોખમ વધારે છે. (Image Source | iStock)

5 / 6
WHOના (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન) અહેવાલ મુજબ, વિશ્વભરમાં લોકો જરૂરિયાત કરતાં વધુ મીઠું ખાઈ રહ્યા છે. યુવાનોનું દૈનિક સોડિયમનું સેવન 4310 મિલિગ્રામ છે. જે લગભગ 10.78 ગ્રામ મીઠા જેટલું છે. WHO અનુસાર, એક યુવાન વ્યક્તિએ દરરોજ 2000 મિલીથી ઓછું સોડિયમ લેવું જોઈએ. જે 1 ચમચી જેટલું હોય છે. (Image Source | iStock)

6 / 6
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)

Follow Us