
એક જ દિવસમા કરોડોની સંખ્યામાં ATGLના શેર ખરીદવાનો મતલબ છે આ કંપનીમાં હવે અગાળવા થોડો દિવસોમાં ભારે તેજી જોવા મળી શકે છે કેમ કે 781ના ભાવ પર 3 કરોડથી વધારેના શેર ખરીદવા માટે અરબો રુપિયા ઈન્વેસ્ટ કર્યા હશે જે FII કે DII લગાવી શકે છે અને FII કે DII કોઈ કંપનીમાં એક જ દિવસમાં અરબો રુપિયા ત્યારે જ લગાવે છે જ્યારે થોડા દિવસોમાં આ કંપનીના શેરમાં મોટી રેલીની સંભાવના જણાતી હોય .

અદાણી ગ્રુપની કંપનીઓમાં અદાણી પાવરમાં સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો, જે 20% વધીને ₹170.15 થયો. આ ઉપરાંત, અન્ય કંપનીઓએ પણ સારું પ્રદર્શન કર્યું

અદાણી ટોટલ ગેસ આજે 20 % વધ્યો, અદાણી ગ્રીન એનર્જી 8.12% વધ્યો, અદાણી એનર્જી સોલ્યુશન્સ: 5.67% વધ્યો જ્યારે અદાણી એન્ટરપ્રાઇઝ 4% વધ્યો, NDTV 3.51% વધ્યો તેમજ અંબુજા સિમેન્ટ અને એસીસી 2% વધ્યો.

તેના તપાસ રિપોર્ટમાં, સેબીએ હિન્ડનબર્ગ દ્વારા લગાવવામાં આવેલા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા. સેબીએ જણાવ્યું હતું કે સ્ટોક મેનીપ્યુલેશન અને નાણાકીય અનિયમિતતાના આરોપોને સમર્થન આપવા માટે કોઈ નક્કર પુરાવા મળ્યા નથી.

તાંબુ એક મહત્વપૂર્ણ ધાતુ છે જેનો ઉપયોગ ઇલેક્ટ્રોનિક્સ, નવીનીકરણીય ઉર્જા અને કૃત્રિમ બુદ્ધિમત્તા જેવા ક્ષેત્રોમાં વ્યાપકપણે થાય છે. માંગ મજબૂત રહી, પરંતુ પુરવઠાના આંચકાને કારણે ભાવમાં વધારો થયો.
Published On - 3:19 pm, Mon, 22 September 25