
અમેરિકામાં ગૌતમ અદાણી પર લાંચ લેવાના આરોપો બાદ ગુરુવારે ભારતીય શેરબજારમાં અરાજકતા જોવા મળી હતી. અદાણી ગ્રુપના શેરમાં 10 થી 20 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. અદાણી એન્ટરપ્રાઇઝના શેરમાં 15 ટકાનો ઘટાડો થયો હતો.

અદાણી પોર્ટ અને સેઝ, અદાણી પાવર એન્ડ એનર્જી અને ગ્રીન એનર્જી સંબંધિત શેરોમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. જેના કારણે થોડી જ મિનિટોમાં અદાણી ગ્રુપના માર્કેટ કેપને 2.24 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.