
ખાવડાનો આ રીન્યુએબલ એનર્જી પાર્ક દર વર્ષે એક કરોડ સાંઇઠ લાખથી વધુ આવાસોમાં પ્રકાશના અજવાળા પાથરશે. વિશાળ પાયા ઉપર રીન્યુએબલ એનર્જીના પ્રોજેક્ટ્સ, પુરવઠાની મજબૂત સાંકળનું નેટવર્ક અને તકનીકી કૌશલ્ય વિકસાવવામાં માહેર પુરવાર થયેલી અદાણી ગ્રીન એનર્જી લિ.એ વિશ્વના સ્વચ્છ ઉર્જા ક્ષેત્રમાં વિશાળ ક્ષમતાના પ્લાન્ટનું નિર્માણ કરવાના વિક્રમ સ્થાપિત કરવાની લગોલગ કોઈ નથી. આ સ્થિતિ વચ્ચે અદાણી ગ્રીન વિશ્વમાં અવ્વલ નંબરનું શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

આ પ્રદેશ દેશના શ્રેષ્ઠ પવન અને સૌર સંસાધનોથી સમૃધ્ધ છે, જે રીન્યુએબલ એનર્જીના ગીગા-સ્કેલ વિકાસ માટે આદર્શ સ્થિતિ બનાવે છે. અદાણી ગ્રીનએ પ્લાન્ટના વિકાસને વેગ આપવા માટે વ્યાપક અભ્યાસ હાથ ધરીને બહુવિધ નવીન ઉકેલોનો ઉપયોગ કર્યો છે. રમિયાનમાં તે સ્વદેશી અને ટકાઉ પુરવઠાની કડીના વિકાસને બળવત્તર બનાવે છે.
Published On - 5:39 pm, Wed, 14 February 24