ડાયાબિટીસ થી લઈને શરદી ઉધરસને પણ ઝટપટ ભગાડે છે મેથીના પાન, જાણી લો આચાર્ય બાલકૃષ્ણએ ગણાવેલા આ ફાયદા- Photos

|

Dec 19, 2024 | 7:30 PM

શિયાળાની ઋતુ આવતાની સાથે જ મેથી બજારમાં મળવા લાગે છે. શિયાળાની ઋતુમાં મેથીના પાનનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે. આચાર્ય બાલકૃષ્ણજીએ મેથીના અનેક ફાયદા ગણાવ્યા છે. આવો મેથી ખાવાથી શરીરને થતા લાભ વિશે જાણીએ.

1 / 7
જો કફની સમસ્યાથી પરેશાન લોકો મેથીની રોટલીમાં થોડું આદુ મિક્સ કરીને ખાય તો કફની સમસ્યામાં રાહત મળે છે.

2 / 7
જે લોકોને એડી,પીંડી અને ઘૂંટણમાં દુખાવો રહે છે તેમના માટે મેથી ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. મેથીના પાન લઈ તેને બરાબર ગરમ કરી લો. જે બાદ એક વાસણમાં પાણી લો, તેની મેથીને ગાળી લો. હવે આ પાનને સોજાવાળી જગ્યા પર કે બાંધી લો. તેનાથી સોજામાં અને દુખાવામાં રાહત મળે છે.

3 / 7
ચહેરાની સુંદરતા વધારવા માટે મેથીના પાનને બારીક પીસીને ચહેરા પર લગાવો, તેનાથી ચહેરાની સુંદરતામાં વધારો થશે અને શુષ્કતા પણ દૂર થશે.

4 / 7
ડાયાબિટીસના દર્દીઓ માટે મેથીના દાણા  ફાયદાકારક સાબિત થાય છે. તેના માટે 4-5 ગ્રામ મેથીને પાણીમાં પલાળી રાખો. સવારે તેને ચાવી-ચાવીને ખાવી અને પલાળેલુ પાણી પણ પી જવુ. આનાથી ઘણો ફાયદો થશે.

5 / 7
મહિલાઓ માટે મેથી ખૂબ જ ફાયદાકારક છે. ડિલિવરી પછી મહિલાઓને મેથી અને અજમાનોનો ઉકાળો આપવાથી પેટની અંદરનો ચેપ અને સોજો મટે છે.

6 / 7
આર્થરાઈટિસથી પીડિત લોકો હળદર, મેથી અને સૂકા આદુનો સમાન માત્રામાં પાવડર બનાવીને સવાર-સાંજ 1-1 ચમચી લે તો ફાયદો થાય છે.

7 / 7
જો તમે શરદી અને ઉધરસથી પરેશાન છો તો મેથીને આખી રાત પલાળી રાખો અને તેને અંકુરિત કરો અને તેને રોજ ભોજન સાથે ખાવાથી શરદી અને ઉધરસમાં આરામ મળશે.

Next Photo Gallery