
વાસ્તુ શાસ્ત્ર અને હિન્દુ ધર્મમાં તુલસીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. તુલસી ભગવાન વિષ્ણુજી અને દેવી લક્ષ્મીજીને ખૂબ જ પ્રિય છે. તેથી જે ઘરમાં તુલસીનો છોડ લગાવવામાં આવે છે ત્યાં દેવી લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુજીના આશીર્વાદ હંમેશા ઘરમાં રહે છે અને આવા ઘરમાં ક્યારેય પૈસાની કમી રહેતી નથી, એવું વાસ્તુ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે. (Image Source | iStock)

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, જો તમારા ઘરમાં તુલસી હોય તો સવારે સ્નાન કર્યા પછી તમારે પહેલા તુલસીના છોડને પાણી અર્પણ કરવું જોઈએ અને તુલસીની પૂજા કરવી જોઈએ. તુલસી પાસે દીવો પ્રગટાવવો જોઈએ. (Image Source | iStock)

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર એ ત્રણ દિવસ ઘરમાં નવા તુલસીના છોડ રોપવા માટે શ્રેષ્ઠ માનવામાં આવેલા છે. ઉપરાંત કાર્તિક મહિનામાં અને એકાદશીના દિવસે તુલસીનું વાવેતર ખૂબ જ શુભ માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ, આ દિવસે ઘરમાં તુલસીનો છોડ લગાવો છો તો ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિમાં વધારો થઈ શકે છે. (Image Source | iStock)

તુલસીનો છોડ રોપતી વખતે એક વાત હંમેશા યાદ રાખવી જોઈએ, સોમવારે ઘરમાં ક્યારેય તુલસીનો છોડ ન લગાવવો જોઈએ. તુલસીની આસપાસ હંમેશા સ્વચ્છતા જાળવવી જોઈએ. (Image Source | iStock)

વાસ્તુ શાસ્ત્ર અને માન્યતા મુજબ, તુલસીની નજીક ક્યારેય સાવરણી રાખવી નહીં. તુલસીની નજીક ક્યારેય ચપ્પલ કે જૂતા ન રાખવા નહીં અને એકાદશીના દિવસે ક્યારેય તુલસીના પાંદડા તોડવા નહીં. માન્યતા મુજબ, તુલસીના પાન ભગવાન મહાદેવને અર્પણ ક્યારેય કરવા નહીં. તુલસીના પાન ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મી અને ભગવાન રંગનાથને અર્પણ કરવાનું ખૂબ જ શુભ માનવામાં આવે છે. (Image Source | iStock)

નોંધ : અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર વાસ્તુ, જ્યોતિષ અને રિપોર્ટ્સ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)