
ધારો કે ટીવીની મૂળ કિંમત = 10,000 રૂપિયા છે જૂની કિંમત (28% GST) એટલે કે 10,000 રૂપિયા × 1.28 = 12,800 રૂપિયા છે. નવી કિંમત (18% GST) = 10,000 રૂપિયા × 1.18 = 11,800 રૂપિયા થશે એટલે આથી 1000 રૂપિયા આટલી બચત થશે

નવા GST ટેક્સ પછી AC પર કેટલી બચત થશે? જો આપણે એર કંડિશનર પર GST ટેક્સ દરો વિશે વાત કરીએ, તો તેને 28% ને બદલે 18% કર્યા પછી, ઘણા હજાર રૂપિયાની બચત થશે. અમે નીચે આપેલા ઉદાહરણ સાથે આ સમજાવ્યું છે.

ધારો કે AC ની મૂળ કિંમત 30,000 રૂપિયા છે. જૂની કિંમત (28% GST) = 30,000 રૂપિયા × 1.28 રૂપિયા છે તો 38,400 રૂપિયા હતા. તેમજ નવી કિંમત (18% GST) = 30,000 રૂપિયા × 1.18 = 35,400 રૂપિયા થશે. એટલે કે 3,000 રૂપિયાની બચત થશે

વોશિંગ મશીન પણ સસ્તા થશે. આ મશીનોનો ઉપયોગ ઘરોથી લઈને મોટા રેસ્ટોરન્ટ સુધી થાય છે. મશીનોને 18% GST હેઠળ લાવવામાં આવ્યા છે, પહેલા તેના પર 28% લાગુ પડતુ હતુ .

જો ડીશવોશર મશીનની મૂળ કિંમત 10,000 રૂપિયા હોય તો તેની જૂની કિંમત (28% GST) = 10,000 રૂપિયા × 1.28 = 12,800 રૂપિયા થતી હતી. હવે નવી કિંમત (18% GST) = 10,000 રૂપિયા × 1.18 = 11,800 રૂપિયા થશે એટલે હવે GST 18% લાગુ થતા 1000 રુપિયા બચી જશે.