
આ પહેલા તેણે એક વીડિયો પણ શેર કર્યો હતો. આ વીડિયોમાં તે પોતાની સગાઈની જાહેરાત કરતી વખતે ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યો હતો. તેણે વીડિયોની સાથેના કેપ્શનમાં લખ્યું - મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું આટલો ભાગ્યશાળી હોઈશ અને મને કોઈ એવી વ્યક્તિ મળશે જે મારી ખામીઓને નજરઅંદાજ કરશે અને મને પ્રેમ અને સન્માન આપશે.

7મી જુલાઈ એ અબ્દુ લગ્ન કરવાનો છે.અબ્દુ રોજિકની વાત કરીએ તો તે ગાયક, અભિનેતા, બોક્સર અને બિઝનેસમેન પણ છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 8 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે, જેમાં ઘણા ભારતીયો પણ સામેલ છે. હવે જોવાનું એ રહે છે કે ભારતના કયા સ્ટાર્સ તેમના લગ્નમાં હાજરી આપે છે.