
mAadhaar : આ UIDAI દ્વારા બનાવવામાં આવેલ અધિકૃત મોબાઇલ એપ્લિકેશન છે. mAadhaar કોઈપણ શુલ્ક વિના ડાઉનલોડ કરવા માટે પણ ઉપલબ્ધ છે. mAadhaar પ્રોફાઇલને સરકારી સંસ્થાઓ અને એજન્સીઓ દ્વારા માન્ય ID પ્રૂફ તરીકે ઓળખવામાં આવે છે. તમે તેનો ઉપયોગ તમારું eKYC શેર કરવા માટે પણ કરવામાં આવે છે.

eAadhaar : આ આધારનું ઈલેક્ટ્રોનિક સ્વરૂપ છે. તે પાસવર્ડથી સુરક્ષિત છે. તેમાં તમારા ડેટાની સુરક્ષાએ હોય છે. આ માટે ઑફલાઇન ચકાસણી સુવિધા સાથે સુરક્ષિત QR કોડ અંકિત હોય છે. તે UIDAI દ્વારા ડિજિટલી હસ્તાક્ષરિત હોય છે. તમે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર દાખલ કરીને UIDAI ની વેબસાઇટ પરથી તમારું ઇ-આધાર મેળવી શકો છો.