
અગાઉ, કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી સ્પર્ધાત્મક હરાજીમાં કંપનીને "પ્રેફર્ડ બિડર" તરીકે પસંદ કરવામાં આવી હતી. HZL ના CEO અરુણ મિશ્રાના જણાવ્યા અનુસાર, આ સિદ્ધિ કંપનીના ખનિજ પોર્ટફોલિયોને વિસ્તૃત કરવા અને દેશને ક્રિટિકલ મિનરલ્સમાં આત્મનિર્ભર બનાવવા તરફ એક મોટું પગલું છે.

કંપની વિશ્વની સૌથી મોટી સંકલિત ઝીંક ઉત્પાદક છે અને વૈશ્વિક સ્તરે ટોચના 5 ચાંદી ઉત્પાદકોમાંની એક છે. ભારતના પ્રાથમિક ઝીંક બજારમાં તેનો બજાર હિસ્સો આશરે 77% છે અને તે 40 થી વધુ દેશોને સપ્લાય કરે છે.

શુક્રવારે કંપનીના શેર 1.69% ઘટીને ₹486.85 પર બંધ થયા હતા. છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરમાં 1.91 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.