
ખીચડી એક એવી વાનગી છે જે ઝડપથી તો બની જ જાય છે. આ સાથે ખાવામાં પણ સ્વાદિષ્ટ હોય છે. તો આજે ઝટપટ તૈયાર થઈ જાય તેવી ખીચડીની રેસિપી જણાવીશું.

ખીચડી બનાવવા માટે, પહેલા મગની દાળ અને ચોખાને સારી રીતે ધોઈ લો. ત્યારબાદ પ્રેશર કૂકરમાં મૂકો. હવે તેમાં 2 ગ્લાસ પાણી, સ્વાદ અનુસાર મીઠું અને હળદર ઉમેરો.

કુકરને મધ્યમ તાપ પર 5-6 સીટી સુધી રાંધો. ત્યારબાદ ગેસ બંધ કરો. હવે ખીચડીને ઠંડી થવા દો.

હવે એક પેનમાં 3-4 ચમચી તેલ ગરમ કરો, તેમાં જીરું, તમાલપત્ર, હિંગ, તજ, કાળા મરી, લીલા મરચાં અને લવિંગ ઉમેરો. પછી આદુ અને લસણની પેસ્ટ ઉમેરો.

મિશ્રણ બરાબર રંધાઈ જાય ત્યારે તેમાં કઢી પત્તા અને ડુંગળી ઉમેરો. ડુંગળીનો રંગ બદલાઈ જાય ત્યારે, ટામેટાં ઉમેરો અને 2 મિનિટ માટે રાંધો.

ત્યારબાદ મીઠું અને મસાલા ઉમેરો અને ઢાંકી દો. 5-6 મિનિટ પછી, બાફેલી ખીચડી ઉમેરો, થોડું ગરમ પાણી ઉમેરો અને 5-6 મિનિટ માટે રાંધો. ખીચડી તૈયાર થઈ જાય એટલે તેને પ્લેટમાં કાઢીને ઉપર ઘી નાખી પીરસો.