
પરમાનેટ રેસીડન્સીનો મતલબ એ છે કે, તમે જાપાનમાં જેટાલ દિવસ ઈચ્છો તેટલા દિવસ રહી શકો છો.તમારે વારંવાર વીઝા રિન્યુ કરવાની ચિંતા રહેશે નહી. પરંતુ આ માટે કેટલીક શરત પુરી કરવાની રહેશે.

સૌથી મોટી શરત એ છે કે, તમારે ઓછામાં ઓછા 10 વર્ષ સુધી જાપાનમાં રહેવું પડશે. જો તમે નોકરી કે બિઝનેસ કરી રહ્યા છો અને કમાણીથી તમારો ખર્ચો કાઢી શકો છો. તો તમે અરજી કરી શકો છો.

તમારો કોઈ ક્રિમિનલ રેકોર્ડ કે પછી ઈમિગ્રેશન નિયમ તોડવાનો ઈતિહાસ હોવો જોઈએ નહી. જો તમારા લગ્ન કોઈ જાપાની નાગરિક કે પહેલા પીઆર વાળા વ્યક્તિ સાથે થયા છે અને લગ્નને 3 વર્ષથી વધારેનો સમય થયો છે. તો તમે 1 વર્ષ જાપાનમાં રહી અરજી કરી શકો છો. જાપાની નાગરિકો કે પીઆર ધારકોના બાળકો પણ 1 વર્ષ રહ્યા બાદ અરજી કરવાની તક ધરાવે છે

જો તમારું હાઈ સ્કિલ્ડ પ્રોફેશનલ છે. તો જાપાનનું પોઈન્ટ સિસ્ટમ તમારા માટે ફાયદાકારક છે. જો તમારા 70 પોઈન્ટ છે. તો 3 વર્ષ બાદ પીઆર માટે અપ્લાય કરી શકો છો. જો તમારા 80 પોઈન્ટ કે તેનાથી વધારે છે. તો માત્ર 1 વર્ષની અંદર અરજી કરી શકો છો.

અરજી કરવા માટે તમારે કેટલાક ડોક્યુમેન્ટની જરૂર પડશે, જેમાં માન્ય પાસપોર્ટ, રેસિડન્સી કાર્ડ, આવકનો પુરાવો, બેંક સ્ટેટમેન્ટ, ટેક્સની ચૂકવણીનો પુરાવો અને ગેરંટી ડોક્યુમેન્ટનો સમાવેશ થાય છે. જો તમે પરિણીત છો, તો તમારે લગ્નના ડોક્યુમેન્ટ પણ આપવાની જરૂર પડશે. બધા ડોક્યુમેન્ટ જાપાનીઝમાં હોવા જોઈએ, અથવા જાપાનીઝ અનુવાદ સાથે હોવા જોઈએ.

અરજી કરવા માટે તમારે નજીકની ઈમિગ્રેશન બ્યુરોમાં તમામ ડોક્યુમેન્ટ જમા કરવાના રહેશે. અરજી કરવા માટે તમારે 8,000 યેનનો ચાર્જ આપવો પડશે. જે રેવેન્યુ સ્ટેમ્પ દ્વારા આપવામાં આવે છે. આ પ્રકિયામાં અંદાજે 4 થી 8 મહિનાનો સમય લાગી શકે છે. પીઆર મળ્યા બાદ તમારે નવું રેસિડન્સી કાર્ડ લેવું પડશે પરંતુ ધ્યાનમાં રાખો. પીઆર માટે તમારે દર વર્ષે ઓછામાં ઓછા 6 મહિના જાપાનમાં રહેવું જરુરી છે.

જાપાન આવું એટલા માટે કરી રહ્યું છે કે, ત્યાં વુદ્ધોની સંખ્યા વધી રહી છે અને કામ કરનાર યુવાનો ઓછા થઈ રહ્યા છે. આ માટે તે દુનિયાભરમાંથી પ્રોફેશનલ લોકોને બોલાવી રહ્યો છે. જો તમે જાપાનમાં રહેવાનું સપનું જોઈ રહ્યા છો. તો પહેલા આખી પ્લાનિંગ કરો અને ત્યારબાદ આરામથી જાપાનમાં રહો. (all photo : canva)