
જો પગ અને ઘૂંટણમાં સતત સોજો રહેતો હોય તો, તે કિડનીના રોગનું એક મહત્વપૂર્ણ લક્ષણ હોઈ શકે છે. આનું મુખ્ય કારણ એ છે કે, શરીરમાં વધારાનું પાણી પગ અને ઘૂંટણના ભાગોમાં જમા થવા લાગે છે.

જો કિડની યોગ્ય રીતે કામ ન કરે તો લોહીમાં ઝેરી તત્ત્વો અને ગંદકી જમા થવા લાગે છે. આના પરિણામે શરીરમાં થાક અનુભવાય છે અને સતત નબળાઈ જોવા મળે છે.

ભૂખ ન લાગવી, વારંવાર ઉબકા આવવા કે ઉલટી થવી જેવી સમસ્યા પણ કિડનીના રોગ અથવા સોજાનું પરિણામ હોઈ શકે છે. લોહીમાં જમા થતા ઝેરી તત્ત્વો પાચનક્રિયાને અસર કરે છે અને તેને બગાડી નાખે છે.

જો તમને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે છે, તો તેને બિલકુલ અવગણશો નહીં. કિડનીના સોજાથી ફેફસામાં પાણી ભરાઈ શકે છે અને આ સ્થિતિ ખૂબ જ ગંભીર બની શકે છે.