
Renault Triber સૌથી સસ્તી MPV કાર હશે: કિયા કેરેન્સના બે અલગ અલગ વર્ઝન લોન્ચ કરવાની સાથે રેનો ટ્રાઇબરનું ફેસલિફ્ટ વર્ઝન પણ આ વર્ષે લોન્ચ થઈ શકે છે. તે હાલમાં 7-સીટર MPV સેગમેન્ટમાં દેશની સૌથી સસ્તી કારોમાંની એક છે. તેનું પરીક્ષણ રસ્તાઓ પર પણ જોવા મળ્યું છે. તેના ફેસલિફ્ટ મોડેલમાં ઘણા કોસ્મેટિક ફેરફારો થઈ શકે છે. તેના બેઝ મોડેલની કિંમત હાલમાં 6.10 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

MGની ફેમિલી કાર આવશે: બ્રિટિશ કાર બ્રાન્ડ MG હાલમાં ભારતમાં MPV સેગમેન્ટમાં કોઈ કાર વેચતી નથી. આવી સ્થિતિમાં હવે કંપની આ સેગમેન્ટમાં પોતાની નવી કાર લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. કંપનીએ જાન્યુઆરી 2025 માં આયોજિત ઓટો એક્સ્પોમાં MG M9 MPV નું પ્રદર્શન કર્યું હતું. હવે તેને ટૂંક સમયમાં ભારતીય બજારમાં લાવી શકાય છે.