
જ્યોતિષશાસ્ત્ર અનુસાર, 11 ડિસેમ્બર, 2026ના રોજ સવારે શનિ મીન રાશિમાં વક્રી અવસ્થામાંથી બહાર આવીને સીધી ચાલ શરૂ કરશે. લગભગ સાડા ચાર મહિના સુધી વક્રી રહ્યા બાદ શનિની ગતિમાં આ ફેરફાર થશે. જ્યોતિષીય માન્યતા પ્રમાણે, શનિની આ સીધી ચાલ કેટલીક રાશિઓ માટે સારા સમાચાર લઈને આવી શકે છે. ખાસ કરીને વૃષભ, તુલા અને મકર રાશિના લોકો માટે આ સમય અનુકૂળ રહેવાની શક્યતા છે.

શનિને જ્યોતિષમાં કર્મ અને ન્યાયનો ગ્રહ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે વ્યક્તિને તેના કર્મ પ્રમાણે ફળ મળે છે. શનિની ચાલમાં થતા ફેરફારની અસર વ્યક્તિની નોકરી, વેપાર, આર્થિક સ્થિતિ અને પારિવારિક જીવન પર પડી શકે છે. શનિ સીધો થતાં લાંબા સમયથી અટકેલાં કામ ફરી શરૂ થવાની અને મુશ્કેલીઓ ઓછી થવાની આશા રાખવામાં આવે છે. નોકરી કરતા લોકોને આગળ વધવાની તક મળી શકે છે, જ્યારે વેપારીઓને પણ નવા લાભદાયક અવસર મળી શકે છે.

પંચાંગની ગણતરી મુજબ, 27 જુલાઈ, 2026ના રોજ શનિ મીન રાશિમાં વક્રી થયો હતો. ત્યારબાદ 11 ડિસેમ્બર, 2026ના રોજ સવારે તે ફરી સીધી ગતિમાં આવશે. આ સમગ્ર સમય દરમિયાન શનિ મીન રાશિમાં જ રહેશે. ત્યારબાદ 3 જૂન, 2027ના રોજ શનિ મેષ રાશિમાં પ્રવેશ કરશે.

તુલા રાશિના જાતકો માટે આ સમય રાહત આપનારો બની શકે છે. નોકરી અને વ્યવસાયમાં આવતી અડચણો ધીમે ધીમે દૂર થઈ શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને મહેનતનું સારું પરિણામ મળી શકે છે. લાંબા સમયથી ચાલી રહેલા વિવાદોનો ઉકેલ આવી શકે છે. વિરોધીઓ સામે સફળતા મળવાની શક્યતા છે. સાથે જ આર્થિક બાબતોમાં પણ સુધારો જોવા મળી શકે છે.

મકર રાશિના લોકો માટે શનિની સીધી ચાલ અનેક નવી તકો લઈને આવી શકે છે. નોકરીમાં નવી જવાબદારીઓ મળી શકે છે અને નોકરી બદલવાનું વિચારી રહેલા લોકોને સારી તક મળી શકે છે. વેપારમાં લાંબા સમયથી અટકેલા કામ ફરી ગતિ પકડી શકે છે. આવક અને આર્થિક સ્થિતિમાં સુધારો થવાની શક્યતા છે. પરિવારના સભ્યો સાથે સંબંધો સારા રહેશે અને ઘરમાં ખુશીનું વાતાવરણ બની શકે છે.

વૃષભ રાશિના લોકો માટે શનિની સીધી ચાલ સકારાત્મક પરિણામો લાવી શકે છે. લાંબા સમયથી જે કામમાં મહેનત કરી રહ્યા છો, તેમાં સફળતા મળવાની શક્યતા છે. આવક વધારવાની નવી તકો મળી શકે છે. વેપાર કરતા લોકોને કોઈ સારો સોદો મળી શકે છે. આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધુ મજબૂત બની શકે છે. જૂના રોકાણમાંથી પણ ફાયદો થવાની સંભાવના છે. ( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. )