નવો લુક, પ્રીમિયમ કેબિન અને એડવાન્સ ટેકનોલોજી સાથે ભારતમાં લોન્ચ થઈ New Honda City 2026 Facelift

હોન્ડા કંપનીએ પોતાની સૌથી લોકપ્રિય સેડાન કારને બિલકુલ નવા અવતારમાં માર્કેટમાં ઉતારી દીધી છે. ₹12 લાખની શરૂઆતી કિંમત સાથે આવેલા આ મોડલમાં આકર્ષક ફીચર્સ ઉમેરાયા છે.

| Updated on: May 24, 2026 | 4:20 PM
1 / 8
સેડાન કારના શોખીનો માટે એક મોટા અને ઉત્સાહજનક સમાચાર સામે આવ્યા છે. હોન્ડા કાર્સ ઇન્ડિયાએ ભારતીય ઓટો માર્કેટમાં પોતાની સૌથી પ્રખ્યાત અને મનપસંદ સેડાન કારનું નવું વર્ઝન 2026 Honda City Facelift લોન્ચ કરી દીધું છે. ભારતમાં આ કાર ₹12 લાખની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમતે લોન્ચ કરવામાં આવી છે. લગભગ ત્રણ દાયકાનો ભવ્ય ઈતિહાસ ધરાવતી હોન્ડા સિટીનું આ બીજું મિડ-સાયકલ અપડેટ છે, જેમાં ડિઝાઇન, કમ્ફર્ટ અને ટેકનોલોજીના સ્તરે ઘણા મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે.

2 / 8
જો તમે પણ નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ નવી હોન્ડા સિટીમાં કયા 5 મોટા ફેરફારો કરવામાં આવ્યા છે તે વિગતવાર જાણી લો.

3 / 8
સ્પોર્ટી અને આધુનિક એક્સટેરિયર ડિઝાઇન: નવી હોન્ડા સિટી ફેસલિફ્ટના લુકને પહેલાં કરતાં વધુ પ્રીમિયમ બનાવવામાં આવ્યો છે. કારની ફ્રન્ટ પ્રોફાઇલમાં કનેક્ટેડ LED DRL લાઇટ બારની સાથે બાય-LED પ્રોજેક્ટર હેડલાઇટ્સ આપવામાં આવી છે. આગળના ભાગમાં બ્લેક મેટ્રિક્સ મેશ ગ્રિલ અને નવા સ્થાને લગાવેલો હોન્ડાનો લોગો તેને આકર્ષક લુક આપે છે. આ ઉપરાંત, કારના બમ્પરને એરોડાયનેમિક એર કર્ટેન્સ સાથે નવો આકાર અપાયો છે. પાછળના ભાગમાં Z-એજ રેપરાઉન્ડ LED ટેલ લેમ્પ્સ અને નવું બમ્પર ગાર્નિશ જોવા મળે છે. આ નવું મોડલ જૂના મોડલ કરતાં 11 મીમી વધુ લાંબુ છે.

4 / 8
કલર ઓપ્શનમાં નવો ઉમેરો: કંપનીએ આ કાર માટે કલરની રેન્જ વધારીને હવે છ આકર્ષક ઓપ્શન કરી દીધા છે. રેડિઅન્ટ રેડ મેટાલિક, ઓબ્સિડિયન બ્લુ પર્લ, મેટોરોઇડ ગ્રે મેટાલિક, લૂનર સિલ્વર મેટાલિક અને પ્લેટિનમ વ્હાઇટ પર્લ જેવા લોકપ્રિય કલર્સની સાથે હવે કંપનીએ આ લિસ્ટમાં 'ક્રિસ્ટલ બ્લેક પર્લ' નો એક નવો કલર પણ સામેલ કર્યો છે.

5 / 8
આઇવરી અને બ્લેક થીમ સાથે પ્રીમિયમ કેબિન: કારની અંદર જતા જ તમને એક લક્ઝુરિયસ અનુભવ થશે. તેમાં આઇવરી અને બ્લેક કલરનું નવું ડ્યુઅલ-ટોન ઇન્ટિરિયર આપવામાં આવ્યું છે, જે ડાર્ક આયર્ન 3D પેટર્ન સાથે આવે છે. કેબિનની અંદર રિયર લાઉન્જ સીટિંગ, એમ્બિયન્ટ લાઇટિંગ અને વાયરલેસ ફોન ચાર્જર જેવી પ્રીમિયમ સુવિધાઓ ગ્રાહકોને મળશે.

6 / 8
10.1 ઇંચની મોટી સ્ક્રીન અને 40 ટકા વધુ કૂલિંગ સીટો: ટેકનોલોજીની વાત કરીએ તો, ડેશબોર્ડની મધ્યમાં 10.1 ઇંચની નવી ફ્લોટિંગ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ લગાવવામાં આવી છે, જે વાયરલેસ એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો કનેક્ટિવિટીને સપોર્ટ કરે છે. આ સિવાય કંપનીએ આગળની વેન્ટિલેટેડ સીટોને અપગ્રેડ કરી છે. કંપનીનો દાવો છે કે નવી સીટોના કારણે કૂલિંગ કાર્યક્ષમતામાં 40 ટકા જેટલો મોટો સુધારો થયો છે. કારમાં સનરૂફ, વોક-અવે ઓટો-લોક અને રિમોટ એસી ઓપરેશન જેવા હાઇટેક ફીચર્સ પણ છે.

7 / 8
સેફ્ટી ફીચર્સ અને કિંમતમાં ફેરફાર: સુરક્ષાની દ્રષ્ટિએ આ કારમાં 6 એરબેગ્સ, વ્હીકલ સ્ટેબિલિટી આસિસ્ટ, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ અને લેવલ-2 ADAS (એડવાન્સ ડ્રાઇવર આસિસ્ટન્સ સિસ્ટમ) જેવા શક્તિશાળી ફીચર્સ વેરિઅન્ટના આધારે આપવામાં આવ્યા છે.

8 / 8
કિંમતની વાત કરીએ તો, સ્ટાન્ડર્ડ પેટ્રોલ એન્જિન વાળી હોન્ડા સિટીની શરૂઆતી કિંમત ₹12 લાખ (એક્સ-શોરૂમ) રાખવામાં આવી છે જે જૂના મોડલ જેટલી જ છે. જોકે, આ કારના e:HEV સ્ટ્રોન્ગ હાઇબ્રિડ વેરિઅન્ટની કિંમતમાં આશરે ₹1 લાખનો વધારો કરવામાં આવ્યો છે, જે હવે ₹21 લાખ (એક્સ-શોરૂમ) ની કિંમતે મળશે. (All image credit: honda car india)

Follow Us