જાન્યુઆરી 2025માં કારના ભાવમાં પણ વધારો થવાની શક્યતા છે, જેના કારણે વાહન ખરીદવું વધુ મોંઘું બનશે. મારુતિ સુઝુકી, ટાટા મોટર્સ, હ્યુન્ડાઈ, મહિન્દ્રા, હોન્ડા અને કિયા જેવી ઘણી મોટી ઓટોમેકર્સ, મર્સિડીઝ-બેન્ઝ, ઓડી અને BMW જેવી લક્ઝરી બ્રાન્ડ્સ 1 જાન્યુઆરી, 2025 થી વાહનોના ભાવમાં 2 થી 4 ટકાનો વધારો કરશે. કાર નિર્માતાઓએ ઉત્પાદન ખર્ચમાં વધારો, નૂર ચાર્જમાં વધારો, વધતા વેતન અને વિદેશી હૂંડિયામણની અસ્થિરતાને આ વધારા પાછળના કારણો ગણાવ્યા છે.