Surya Tilak Online: ગાંધીનગર કોબા ખાતે રાષ્ટ્રસંત પદ્મસાગરસૂરિજીની નિશ્રામાં અલભ્ય સૂર્યતિલકનાં ઓનલાઇન દર્શન, જાણો આજે કેટલા વાગે અને કઈ રીતે ઘરે બેઠા કરી શકશો દર્શન

|

May 22, 2021 | 1:02 PM

Surya Tilak Online:  આજે કોબા જૈન તીર્થ ખાતે રાષ્ટ્રસંત પદ્મસાગરસૂરિજીની નિશ્રામાં સૂર્યતિલકનાં ઓનલાઇન દર્શન થશે. આ ઘટના શિલ્પશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રનો સમન્વય કહેવામાં આવે છે.

Surya Tilak Online:  આજે કોબા જૈન તીર્થ ખાતે રાષ્ટ્રસંત પદ્મસાગરસૂરિજીની નિશ્રામાં સૂર્યતિલકનાં ઓનલાઇન દર્શન થશે. વિશ્વપ્રસિદ્ધ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા ગાંધીનગર ખાતે રાષ્ટ્રસંત આચાર્ય ભગવંત પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજા ની નિશ્રામાં મૂળનાયક શ્રી મહાવીર પ્રભુના ભાલ પર તા. 22-5-2021ને શનિવારના રોજ બપોરના 2:07 કલાકે પ. પૂ. આચાર્યદેવ શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજાના કાળધર્મ-અંતિમસંસ્કાર સમયની ચિરસ્મૃતિમાં સૂર્યદેવ પોતાના સીધા કિરણો વડે તિલક કરશે.

ચોક્કસ દિવસે અને ચોક્કસ સમયે ભગવાનની પ્રતિમા ઉપર સૂર્યતિલક થાય એવી ઘટના વર્તમાનકાળમાં કોબા જૈન તીર્થ ખાતે જોવા મળી રહી છે. જોકે, આ ઘટના કોઇ ચમત્કાર નથી, પરંતુ આ ઘટના શિલ્પશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રનો સમન્વય કહેવામાં આવે છે.

Surya Tilak Online: ગાંધીનગર કોબા ખાતે રાષ્ટ્રસંત પદ્મસાગરસૂરિજીની નિશ્રામાં અલભ્ય સૂર્યતિલકનાં ઓનલાઇન દર્શન, જાણો આજે કેટલા વાગે અને કઈ રીતે ઘરે બેઠા કરી શકશો દર્શનજોકે, વર્તમાન સમયની પરિસ્થિતિને કારણે આ સ્થાનમાં પધારવાનું ન હોવાથી તેના માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.  સૂર્યકિરણ પ્રસંગ યુ ટ્યૂબ ચેનલ – Acharya Shri Padmasagarsurishwarji Maharaja ઉપરથી જીવંત પ્રસારણ કરાશે. નીચે આપેલી લિંક પર ક્લિક કરવાથી આપ ઘરે બેઠા દર્શન કરી શકશો.

ઓન લાઈન દર્શન માટે ક્લિક કરો

આ એક ખાસ એવો પ્રસંગ છે કે જેને દેશ વિદેશમાં લોકો નિહાળતા હોય છે. ખાસ ઓનલાઈન સેવાને ળીને આ વખતે લોકો સૌથી વધારે આ ખાસ સમન્વયને જોશે તેમ માનવામાં આવી રહ્યું છે.

Published On - 12:56 pm, Sat, 22 May 21

Next Video