Mother’s Day : પરિવારના સભ્યો કોરોના પોઝિટિવ હોવા છતાં, ડો. જ્યોતિએ પોતાની ફરજ પ્રત્યે દાખવી અનોખી મમતા

|

May 09, 2021 | 7:12 AM

ડો.જ્યોતિ ગુપ્તા પોતાની ફરજ બજાવતા હતા. એ ચાહે મુખ્યમંત્રી ની વિડિઓ કોંફરન્સ હોઈ કે પછી સાંજે નર્મદા કલેકટરની સાથે મીટીંગ હોઈ, તો પણ સમયસર પહોંચી ને આ પણ એટેન્ડ કરતા હતા

Mothers Day : પરિવારના સભ્યો કોરોના પોઝિટિવ હોવા છતાં, ડો. જ્યોતિએ પોતાની ફરજ પ્રત્યે દાખવી અનોખી મમતા
પ્રતિકાત્મક તસવીર

Follow us on

Happy Mother’s Day : નર્મદા જિલ્લામાં આવેલ સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન ડો.જ્યોતિ ગુપ્તાના પરીવારના 3 સભ્યો કોરોના પોઝિટિવ થયા તો પણ ડો.જ્યોતિ ગુપ્તા (Dr. Jyoti Gupta) એ પોતાની ફરજ નિભાવી રહ્યા છે.

માઁ  ની મમતા અને પતિ માટે સેવાનું ઉત્તમ ઉદાહરણ છે નર્મદા જિલ્લાના સિવિલ સર્જન ડો.જ્યોતિ ગુપ્તા ! છેલ્લા 1 વર્ષથી નર્મદા જિલ્લા કોવિડ હોસ્પિટલના નોડલ ઓફિસર તરીકે ડો જ્યોતિ ગુપ્તા ફરજ બજાવે ડોકટર છે. એટલે પોતાની ફરજની કોઈ સમય મર્યાદા હોતી નથી. દિવસ હોય કે રાત ફરજ પર રહેવાનું ચુકતા નથી.

પરિવારમાં પતિ અને બે દીકરા છે, જેમાથી  એક દીકરા ના તો લગ્ન પણ થઈ ગયા છે. હાલ માં ડોકટર જ્યોતિ ગુપ્તા ના ઘર માંથી એમના મોટા દીકરા ને અને તેમના દીકરા ની પત્ની ને અને ખુદ જ્યોતિ ગુપ્તા ના પતિ ને કોરોના પોઝિટિવ થઈ ગયો હતો.દીકરાને તો ICU માં રાખવાની ફરજ પડી હતી.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

કારણ કે તેમના દીકરા નું ઓક્સિજન લેવલ ઘટી ગયું હતું. પણ એક માં તરીકે મમતા ને બહાર લાવવું ખૂબ મુશ્કેલ હતું કારણ કે એક ડોકટર છે એટલે તેમને પોતાના દીકરા,દીકરા ની પત્ની અને જ્યોતિ ગુપ્તાના પતિની સારવાર રાજપીપલા કોવિડ હોસ્પિટલ ખાતે જ સારવાર લીધી છે. જે રીતે હું બીજા દર્દીઓ ને સારવાર આપાવી છે તેવી જ સારવાર મેં મારા પરિવાર ના લોકો ને પણ અપાવી છે.

એવું નથી કે હાઈ ફાઈ હોસ્પિટલ માં જઈએ તો જ સારવાર સારી મળી શકે. સારવાર દરેક હોસ્પિટલ માં એક સરખી જ મળતી હોય છે. પરિવાર માંથી 3 સભ્યો કોરોના ની સારવાર લેતા હતા ત્યારે પણ ડો.જ્યોતિ ગુપ્તા પોતાની ફરજ બજાવતા હતા. એ ચાહે મુખ્યમંત્રી ની વિડિઓ કોંફરન્સ હોઈ કે પછી સાંજે નર્મદા કલેકટરની સાથે મીટીંગ હોઈ, તો પણ સમયસર પહોંચી ને આ પણ એટેન્ડ કરતા હતા. હાલ તો દીકરા ને અને તેની પત્ની ને તો કોવિડ માંથી રજા આપી દેવામાં આવી છે પણ હાલ તેમના પતિ હજુ પણ કોવિડ માં સારવાર લઈ રહ્યા છે.

પોતાના પરિવાર ના સભ્યો ને કોરોના હતો તો પણ ડોકટર જ્યોતિ ગુપ્તા એ રજા ભોગવી નથી ને પોતાની ફરજ બજાવી છે જોકે ડોક્ટર જ્યોતિ ગુપ્તા પણ કોરોના પોઝીટીવ આવી ચુક્યા છે. તે સમય માં તેમને 1 મહિનો રજા ભોગવી હતી પણ હાલ તો ફરજ પર છે અને પોતાની ફરજ બજાવી ને દર્દીઓ ની રોજ સવારે સાંજ કાઉન્સીલિંગ પણ કરે છે દિવસ માં બે વાર વોર્ડ માં વિઝિટ પણ કરે છે આ માં ને અને પત્ની ને સો-સો સલામ છે.

Next Article