જાણો એવા ખાસ સ્વદેશી ‘ધ્રુવ’ હેલિકોપ્ટર વિશે, જેણે નૌકાદળની તાકાતમાં કર્યો વધારો

|

Nov 05, 2021 | 3:25 PM

નવા સામેલ કરવામાં આવેલા ALH MK-III હેલિકોપ્ટર મુંબઈમાં ભારતીય નૌકાદળની પરિચાલન ક્ષમતાઓમાં મહત્વપૂર્ણ તાકત અને બહુમુખી પ્રતિભાને જોડશે.

જાણો એવા ખાસ સ્વદેશી ધ્રુવ હેલિકોપ્ટર વિશે, જેણે નૌકાદળની તાકાતમાં કર્યો વધારો
Alh Mk 3 Naval Helicopters

Follow us on

ભારતીય નૌકાદળે દરિયાકાંઠાની સુરક્ષા માટે ‘મેડ ઈન ઈન્ડિયા’ હેઠળ ડિઝાઈન કરાયેલા વધુ બે અદ્યતન હેલિકોપ્ટર ALH MK-III (એડવાન્સ લાઈટ માર્ક હેલિકોપ્ટર 3) સામેલ કર્યા છે. નૌકાદળના કાફલામાં જુના થયેલા ચેતક હેલિકોપ્ટરને વધુ સક્ષમ અને બહુમુખી ALH સાથે બદલવામાં આવનાર છે. નૌકાદળ અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ માટે HALને ઓર્ડર કરવામાં આવેલા 16 હેલિકોપ્ટરમાંથી નૌકાદળને તેના ભાગના 8 ALH ધ્રુવ હેલિકોપ્ટર મળી ચૂક્યા છે.

 

 

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

નવા સામેલ કરવામાં આવેલા ALH MK-III હેલિકોપ્ટર મુંબઈમાં ભારતીય નૌકાદળની પરિચાલન ક્ષમતાઓમાં મહત્વપૂર્ણ તાકત અને બહુમુખી પ્રતિભાને જોડશે. તમને જણાવી દઈએ કે મુંબઈ પર આતંકી હુમલો થયાના 9 વર્ષ બાદ માર્ચ 2017માં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની સાથે લગભગ 5,126 કરોડ રૂપિયાના કરાર પર હસ્તાક્ષર કરીને માર્ક-IIIના 16 હેલિકોપ્ટરોનો ઓર્ડર આપવામાં આવ્યો હતો.

 

 

લીલા રંગના આ હેલિકોપ્ટરોમાં દરિયાકાંઠાની સુરક્ષાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને 19 પ્રકારના ફેરફાર કરવામાં આવ્યા છે. સ્વદેશી ધ્રુવ એડવાન્સ લાઈટ હેલિકોપ્ટરોએ પરીક્ષણ દરમિયાન 3 લાખ કલાકની ઉડાન ભરીને પોતાની સુક્ષ્મતાને સાબિત કરી છે. કરાર હેઠળ 5 વર્ષની અંદર 16 ALH ધ્રુવ હેલિકોપ્ટરો નૌકાદળ અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડને પુરા પાડવામાં આવશે.

 

આ હેલિકોપ્ટરમાં ICU જેવી સુવિધાઓ

નૌકાદળને આ વર્ષે એપ્રિલમાં ત્રણ ‘ધ્રુવ’ એડવાન્સ્ડ લાઈટ માર્ક-III હેલિકોપ્ટર મળ્યા હતા જે ગોવા સ્થિત એર સ્ક્વોડ્રન INS હંસા પર સામેલ કરવામાં આવ્યા હતા. આ નેવી એર સ્ક્વોડ્રનની સિદ્ધિઓમાં અન્ય એક પરિમાણ ઉમેરાયું છે કારણ કે ગંભીર રીતે બિમાર દર્દીઓને એરલિફ્ટ કરવા માટે આ હેલિકોપ્ટરમાં મેડિકલ ઈન્ટેન્સિવ કેર યુનિટ (MICU) સ્થાપિત કરવામાં આવ્યું છે.

 

નૌકાદળના આ પ્રમુખ એયર સ્ટેશન આઈએનએસ હંસાએ ગયા મહિને પોતાની ડાયમંડ જુબલી મનાવી છે. આ પછી જૂન 2021માં નેવીએ ભારતના પૂર્વ કિનારે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં સ્થિત એર સ્ટેશન INS દેગા પર તેના પૂર્વીય કમાન્ડ એર ફ્લીટમાં વધુ ત્રણ ALH હેલિકોપ્ટરને સામેલ કર્યા.

 

નૌકાદળની પાસે થઈ ગયા 8 ALH ધ્રુવ હેલિકોપ્ટર

મુંબઈના વેસ્ટર્ન નેવલ કમાન્ડના હવાઈ કાફલાને મજબૂત કરવા શુક્રવારે વધુ બે ALH ધ્રુવ હેલિકોપ્ટરને નેવીમાં સામેલ કરવામાં આવ્યા હતા. આ રીતે હવે નેવી પાસે 8 ALH ધ્રુવ હેલિકોપ્ટર છે. ભારતના પશ્ચિમ કિનારે મુંબઈમાં આયોજિત ઈન્ડક્શન સેરેમની દરમિયાન નૌકાદળના કાફલામાં સામેલ થતાં પહેલા બંને હેલિકોપ્ટરને વોટર કેનન સલામી આપવામાં આવી હતી.

 

વધુ આ સુવિધાઓ

અદ્યતન એવિઓનિક્સને કારણે આ હેલિકોપ્ટર દરેક હવામાનમાં કામ કરવા સક્ષમ છે. ભારતીય નૌકાદળ તેના હવાઈ કાફલામાં જુના થયેલા ચેતક હેલિકોપ્ટરને વધુ સક્ષમ અને બહુમુખી ALH સાથે બદલી રહી છે, જે અત્યાધુનિક સર્વેલન્સ કોમ્યુનિકેશન, સુરક્ષા અને સર્વાઈવલ સાધનોથી સજ્જ છે. નવા સમાવિષ્ટ ALH MK-III હેલિકોપ્ટર મુંબઈમાં ભારતીય નૌકાદળની ઓપરેશનલ ક્ષમતાઓમાં નોંધપાત્ર તાકાત અને વર્સેટિલિટી ઉમેરશે.

 

આ પણ વાંચો: દિવાળીની રાત્રે પાંચ વર્ષના બાળકને જંગલી જાનવર ઉપાડીને લઇ ગયું, શોધખોળ શરૂ

Next Article