કામની વાત : જો તમે પણ QR કોડ સ્કેન કરીને ઓનલાઇન પેમેન્ટ કરો છો ? તો થઈ જાવ સાવધાન, એક ભૂલ પડી શકે છે ભારે

|

Jan 30, 2022 | 8:01 AM

શોપિંગ મોલ, પેટ્રોલ પંપ કે શાકભાજીની દુકાન, આજના સમયમાં દરેક દુકાન પર QR કોડ દ્વારા પેમેન્ટ કરવાની સુવિધા ઉપલબ્ધ છે. પરંતુ યુઝર્સે ખાસ કરીને એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે QR કોડનો ઉપયોગ પૈસા મેળવવા માટે ક્યારેય થતો નથી.

કામની વાત : જો તમે પણ QR કોડ સ્કેન કરીને ઓનલાઇન પેમેન્ટ કરો છો ? તો થઈ જાવ સાવધાન, એક ભૂલ પડી શકે છે ભારે
QR Code (File photo)

Follow us on

આજના ડિજિટલ યુગમાં પેમેન્ટ કરવું ખૂબ જ સરળ બની ગયું છે. બિલની ચુકવણી, સામાનની ખરીદી અથવા ઓટો-કેબ સહિતની તમામ બાબતો માટે તમે QR કોડ સ્કેન (QR code scan) કરીને સરળતાથી પેમેન્ટ કરી શકો છો. જ્યારે આજના સમયમાં ડિજિટલ પેમેન્ટ (Digital Payment) કરનારા લોકોની કમી નથી માત્ર એક ક્લિક અને મની ટ્રાન્સફર… પરંતુ QR કોડ દ્વારા પૈસાની લેવડદેવડ કરવી જેટલી સરળ છે, તેનો સુરક્ષિત ઉપયોગ કરવો જોઈએ. બદલાતા સમય સાથે લગભગ દરેક વ્યક્તિ પોતાનો સમય બચાવવાનો પ્રયાસ કરે છે અને ડિજિટલ પેમેન્ટ દ્વારા ઘણો સમય પણ બચે છે.

જો તમે પણ QR કોડ સ્કેન કરીને ઓનલાઈન પેમેન્ટ કરો છો તો તમારા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. કારણ કે જો તમે આવું નહીં કરો તો તમારું એકાઉન્ટ ખાલી થઇ શકે છે.

QR કોડ સ્કેન કરતી વખતે કાળજી લો

યુઝર્સે ખાસ કરીને ધ્યાનમાં રાખવું જોઈએ કે QR કોડનો ઉપયોગ પૈસા મેળવવા માટે ક્યારેય થતો નથી. તે જ સમયે, જો QR કોડ સ્કેન કર્યા પછી તમને કોઈપણ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક મળી રહી છે તો પછી કોઈપણ એપ્લિકેશનને ડાઉનલોડ કરશો નહીં. વાસ્તવમાં QR કોડ એક પ્રકારની સ્ટેટિક ઈમેજ છે. જેને હેક કરી શકાતી નથી.

અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે

ઘણી વખત અમુક પેમેન્ટ કોઈ પણ કારણોસર થતા નથી આવી સ્થિતિમાં હેકર્સ આનો ફાયદો ઉઠાવે છે અને મેસેજ દ્વારા તમને QR કોડ મોકલીને તે પેમેન્ટ પૂર્ણ કરવાનું કહેવાય છે. જો કે તે બિલકુલ સુરક્ષિત નથી. તેથી ભૂલથી પણ આવા QR કોડ સ્કેન ન કરો.

પૈસા મેળવવા માટે QR કોડનો ઉપયોગ કરશો નહીં

શોપિંગ મોલ, પેટ્રોલ પંપ કે શાકભાજીની દુકાન, આજના સમયમાં દરેક દુકાન પર QR કોડ દ્વારા પેમેન્ટ કરવાની સુવિધા ઉપલબ્ધ છે. પરંતુ આ દરમિયાન ધ્યાનમાં રાખવાની વાત એ છે કે તેનો ઉપયોગ પૈસા લેવા માટે નહીં પણ પેમેન્ટ કરવા માટે થાય છે, જ્યારે તમે તમારો QR કોડ સ્કેન પણ નથી કરતા તમારો PIN પણ એન્ટર ના કરો.

QR કોડ શું છે?

QR કોડ એક પેટર્ન છે જેમાં ઉત્પાદનની માહિતી છુપાયેલી હોય છે. આ સાથે જ તેમાં છુપાયેલી માહિતીને સ્કેન કરીને શોધી કાઢવામાં આવે છે. એટલે કે, QR કોડમાં કોઈપણ વિશિષ્ટ ટેક્સ્ટ, URL અને કોઈપણ મોબાઇલ નંબર પણ છુપાવી શકાય છે. જ્યારે QR કોડનું ફૂલ ફોર્મ ક્વિક રિસ્પોન્સ કોડ છે. આ બનાવવાનો મુખ્ય હેતુ પેમેન્ટને સરળ બનાવવાનો છે. પરંતુ આંખે વાંચી ન શકાય તે પેમેન્ટ પણ થઇ જાય છે.

આ પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત-ઈઝરાયેલ સંબંધો પર કહ્યું- અમારી વિકાસ યાત્રામાં ઈઝરાયેલે આપ્યું છે મહત્વપૂર્ણ યોગદાન

આ પણ વાંચો : કોરોના મહામારી હજી સમાપ્ત થઈ નથી, સતર્ક રહેવાની અને સાવચેતી રાખવાની જરૂર, 5 રાજ્યો સાથેની બેઠકમાં આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાનું નિવેદન

Next Article