કલંક સમાન કિસ્સો: કપૂત દિકરાઓએ જનેતાને તરછોડી, દિકરીઓએ ભારે હ્રદયે માતાના કર્યા અંતિમ સંસ્કાર

સિતામણી સાહુએ જણાવ્યુ હતુ કે અમારા ભાઈઓ છેલ્લા 10 વર્ષથી અમારી માતાથી દુર રહે છે. આટલા વર્ષો થયા હોવા છતાં ક્યારેય તેણે અમારી માતાના ખબર અંતર પણ પૂછ્યા નથી.

કલંક સમાન કિસ્સો: કપૂત દિકરાઓએ જનેતાને તરછોડી, દિકરીઓએ ભારે હ્રદયે માતાના કર્યા અંતિમ સંસ્કાર
Daughters perform mothers last rites
| Edited By: | Updated on: Jan 07, 2022 | 5:16 PM

Odisha: દિકારાઓએ માતાને તરછોડી દેતા ચાર દિકરીઓએ (Daughters) સમાજના રિવાજોને પડતા મુકીને તેમની માતાના અંતિમ સંસ્કાર (Last Rites) કર્યા, એટલુ જ નહીં તેમને ખભા પર 4 કિલોમીટર સુધી સ્મશાનગૃહ સુધી લઈ ગયા. તમને જણાવી દઈએ કે આ ઘટના પુરી શહેરના (Puri District) મંગલાઘાટ વિસ્તારની છે. અહેવાલો મુજબ આ વિસ્તારના એક જાતિ નાયક નામની મહિલાનું રવિવારે નિધન થયું હતું.

કપૂતોએ માતાને તરછોડી….!

જાતિ નામની આ મહિલાને બે પુત્રો અને ચાર દિકરીઓ હતી. તેની બધી દિકરીઓના લગ્ન થઈ ગયા છે, જ્યારે તેના પુત્રો અને તેમના પરિવારો આ મહિલાથી વર્ષોથી અલગ રહે છે. મળતી માહિતી મુજબ આસપાસના પડોશીઓએ તેમના બે પુત્રોને તેમની માતાના અવસાન વિશે જાણ કરી હતી, પરંતુ તેમાંથી કોઈ પણ તેની માતાની અંતિમ વિધિ કરવા માટે ન આવ્યુ. જેથી આ ચાર દિકરીઓએ પોતાની માતાના અગ્નિસંસ્કાર કરવાની જવાબદારી પોતાના પર લીધી.

 

આ મહિલાની દિકરી સિતામણી સાહુએ જણાવ્યુ હતુ કે અમારા ભાઈઓ છેલ્લા 10 વર્ષથી અમારી માતાથી દુર રહે છે. આટલા વર્ષો થયા હોવા છતાં ક્યારેય તેણે અમારી માતાના ખબર અંતર પણ પૂછ્યા નથી. મૃત્યુ પહેલા જ્યારે તેઓ ખુબ બિમાર પડ્યા ત્યારે પણ તેઓ આવ્યા નહોતા.

તેથી અમે જ તેને હોસ્પિટલમાં લઈ ગયા હતા. ઉપરાંત અમારી માતાનું નિધન થયુ હોવાની તેને ખબર હોવા છતાં પણ તેઓ અંતિમ સંસ્કાર માટે પણ આવ્યા નહીં. ત્યારે આ ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

આ પણ વાંચો : અનોખી દુલ્હન : દિવંગત પિતાને શ્રદ્ધાંજલિ આપવા આ દિકરીએ કર્યુ કંઈક આવુ, વીડિયો જોઈને યુઝર્સ થયા ભાવુક

Published On - 5:15 pm, Fri, 7 January 22