
Automatic dustbin: દિલ્હીના રેલ્વે સ્ટેશન પર હવે સ્વયં સંચાલિત કચરાપેટી (Dustbin) રાખવામાં આવશે. જેનું ટ્રાયલ શરુ થઈ ચૂક્યું છે તો કચરાપેટી ભરાઈ જશે. જેની જાણકારી સ્ટેશન માસ્ટરના ફોનમાં મેસેજ દ્વારા મળશે.
દિલ્હી સરકારે (Delhi Government) સ્ટેશન પર સાફ સફાઈ રાખવા માટે સ્ટેશન પર સ્વયં સંચાલિત કચરાપેટી (Automatic dustbin) રાખવાની યોજના બનાવી છે. આ યોજના અનુસાર સ્ટેશન માસ્ટરના મોબાઈલ પર 75 ટકા કચરાપેટી ભરાવવાનો મેસેજ આવશે. દિલ્હી રેલ્વે સ્ટેશન (Delhi Railway Station)પર આ સ્વયં સંચાલિત કચરાપેટીનું ટ્રાયલ ચાલું છે. જાણકારી મુજબ નવી દિલ્હીના પ્લેટફોર્મ નંબર 1 પર સ્વયં સંચાલિત કચરાપેટી રાખવામાં આવી છે. જે દેખાવમાં જુના લેટર બૉક્સ જેવી છે.
આ સ્વયં સંચાલિત કચરાપેટીમાં કચરો ફેંકવા માટે જ્યારે તમે હાથ રાખશો. ત્યારે તેમનું ઢાંકણું ઓટોમેટિક ખુલી જશે અને ફરી બંધ પણ થઈ જશે. કચરાપેટી (dustbin)ની ખાસિયતએ છે કે આમાં અન્ય કચરાપેટી (dustbin)ની જેમ દુર્ગંધ આવશે નહીં, સાથે જ કચરો ફેંકવાનું પણ સરળ રહેશે.
તેમજ કચરો પણ બહાર પડશે નહીં. સુકો કચરો અને ભીનો કચરો ફેંકવાની અલગ-અલગ વ્યવસ્થા પણ છે. રેલ્વે અધિકારી (Railway Officer)ઓના જણાવ્યા અનુસાર આ સ્વયં સંચાલિત કચરાપેટીમાં અંદાજે 1200 કિલો સુધી કચરો ભરાવાની ક્ષમતા છે.
શું છે સ્વયં સંચાલિત કચરાપેટીની ખાસિયત
સ્વયં સંચાલિત કચરાપેટીનો ઉપયોગ કરવાનું સરળ રહેશે. જેમાં કચરો ફેંકવા માટે કચરાપેટીને ખોલવા કે બંધ કરવાની જરુરત પડશે નહીં. આ કચરાપેટી ઓટોમેટિક રીતે જ ખુલશે તેમજ બંધ થઈ જશે. સાથે જ આ સાધારણ કચરાપેટીની તુલનામાં વધુ કચરો નાંખી શકાશે. અધિકારીઓના જણાવ્યા મુજબ સામાન્ય કચરાપેટી (dustbin)માં અંદાજે 3થી 4 વખત ખાલી કરવી પડે છે, પરંતુ સ્વયં સંચાલિત કચરાપેટીમાં વધુ કચરો જમા થશે.
મોબાઈલ પર મળશે કચરાપેટી ભરવાની જાણકારી
અધિકારીઓના જણાવ્યા મુજબ જ્યારે પણ કચરાપેટી 75 ટકા સુધી ભરાઈ જશે તો સ્ટેશન માસ્ટર અથવા તો કચરાપેટીના જે કર્મચારીના મોબાઈલ સાથે જોડાયેલો હશે, તેમની પાસે આ કચરાપેટી ખાલી કરવાનો મેસેજ આવશે. જેથી સમય અને મહેનત બંન્ને બચત થશે.
આ પણ વાંચો: Board Exams: ગુજરાત સહિત આ રાજ્યોએ રદ્દ કરી બોર્ડની પરીક્ષા, જ્યારે અમુક રાજ્યોના નિર્ણય હજુ બાકી