
દેશભરમાં હાલ મહિલાઓ કરવા ચોથની તૈયારીઓમાં લાગી ગઈ છે. મહિલાઓ તેમના પતિની લાંબી ઉમરની કામના માટે આ વ્રત કરે છે. આ દિવસે મહિલાઓ સોળ શણગાર સજે છે અને તેમા સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બને છે તેના હાથોમાં રચાયેલી મહેંદી. હાલ મોટાભાગના શુભપ્રસંગોમાં મહિલાઓ હાથમાં મ્હેંદી લગાવે છે પરંતુ આપને જાણીને નવાઈ લાગશે પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં ક્યાંય મહેંદીનો ઉલ્લેખ નથી. મહેંદી ભારતમાં બનતી જ ન હતી. તો સૌપ્રથમ મહેંદી ભારતમાં કોણ લાવ્યુ અને હિદું મહિલાઓના શણગારમાં તેને કેવી રીતે સ્થાન મળ્યુ. આવો જાણીએ, હિંદુ ધર્મમાં કોઈપણ શુભપ્રસંગોમાં મહિલાઓ હાથોમાં મહેંદી લગાવે છે. ચાહે એ લગ્નપ્રસંગ હોય, ત્રીજનું વ્રત હોય, કડવા ચૌથ હોય કે છઠ્ઠ પર્વ. મહેંદીને મહિલાઓના શણગારમાં મહત્વનું સ્થાન મળ્યુ છે અને ભારતીય સંસ્કૃતિનો હિસ્સો રહી છે. જો કે મહેંદી એ ભારતીય પેદાશ નથી. તો સવાલ એ છે કે ભારતમાં મહેંદીનું ચલણ ક્યારથી શરૂ થયુ. ભારતમાં પ્રાચીન સમયમાં મહિલાઓ મહેંદીના બદલે કુમકુમ અથવા અલતાથી હાથ અને પગને શણગારથી હતી. મહેંદી ભારતમાં...
Published On - 8:48 pm, Thu, 9 October 25