કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખે બાપુને આ રીતે આપી શ્રદ્ધાંજલિ, હાથથી બનાવેલો દેશનો સૌથી મોટો તિરંગો જોઈને તમે પણ દંગ રહી જશો !

|

Oct 02, 2021 | 12:24 PM

કેન્દ્રશાશિત પ્રદેશ લદ્દાખના કારગિલ જિલ્લામાં ઝાંસ્કર ઘાટી આવેલી છે.આ ઘાટી કારગિલથી 250 કિલોમીટર દુર આવેલી છે.

કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખે બાપુને આ રીતે આપી શ્રદ્ધાંજલિ, હાથથી બનાવેલો દેશનો સૌથી મોટો તિરંગો જોઈને તમે પણ દંગ રહી જશો !
Gandhi Jayanti 2021

Follow us on

Gandhi Jayanti 2021 : આજે દેશભરમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 152 મી જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે. દરેક વ્યક્તિ આ પ્રસંગે બાપુને પોતાની રીતે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ત્યારે કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં (Ladakh) બાપુને અનોખી રીતે શ્રધ્ધાંજલિ આપવામાં આવી છે. આ ખાસ દિવસે લેહમાં હાથથી બનાવવામાં આવેલો સૌથી મોટો તિરંગો ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.ખાદીમાંથી બનાવવામાં આવેલો આ તિરંગો મુંબઈની એક પ્રિન્ટિંગ કંપનીના સહયોગથી તૈયાર કરવામાં આવ્યો છે.

આ કંપનીની સહાય દ્વારા રાષ્ટ્રધ્વજ બનાવવામાં આવ્યો

મુંબઈમાં આલેલી KVIC કંપનીએ ખાદીમાંથી વિશ્વનો (World) સૌથી મોટો રાષ્ટ્રધ્વજ તૈયાર કર્યો છે. KVIC એ “આઝાદી કા અમૃત મહોત્સવ” ના ભાગરૂપે આ રાષ્ટ્રધ્વજ બનાવ્યો છે. આ ધ્વજ 225 ફૂટ લાંબો, 150 ફૂટ પહોળો અને આશરે 1400 કિલો વજન ધરાવે છે. સુરક્ષા દળોએ દેશભરના ઐતિહાસિક સ્મારકો અને વ્યૂહાત્મક સ્થળો પર ધ્વજ પ્રદર્શિત કરવાની યોજના બનાવી છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ખાદીમાંથી વિશ્વનો સૌથી મોટો રાષ્ટ્રધ્વજ તૈયાર કરવામાં આવ્યો

તમને જણાવી દઈએ કે, આ ત્રિરંગાને પ્રદર્શિત કરવા માટે ધ્વજ ભારતીય સેનાને (Indian Army) સોંપવામાં આવ્યો હતો. આ તિરંગો બનાવવા માટે 4500 મીટર ખાદી કાપડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ તિરંગો કુલ 37,500 ચોરસ ફૂટ વિસ્તારને આવરી લે છે. ઉલ્લેખનીય છે કે, 70 કારીગરોને આ રાષ્ટ્રધ્વજ તૈયાર કરવામાં લગભગ 49 દિવસ લાગ્યા હતા.

એરફોર્સ ડેના દિવસે હિન્ડનમાં આ તિરંગો ફરકાવવામાં આવશે

સૌથી મોટા તિરંગાના અનાવરણ અને ગાંધી જયંતિના કાર્યક્રમમાં આર્મી ચીફ એમએમ નરવાણે અને લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર હાજર રહ્યા હતા. તમને જણાવી દઈએ કે, 8 ઓક્ટોબરના રોજ એરફોર્સ ડે (Airforce Day) નિમિત્તે હિન્ડનમાં પણ આ તિરંગો ફરકાવવામાં આવશે. ઝાંસ્કાર કારગિલ જિલ્લાની એક વેલી છે જે કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં આવેલી છે અને કારગિલથી લગભગ 250 કિમી દૂર છે. આ ખીણ લદ્દાખથી લગભગ 105 કિમી દૂર છે. તે જ સમયે, ઝાંસ્કર રેન્જ લદ્દાખની પર્વતમાળા છે.

 

આ પણ વાંચો : TV9 EXCLUSIVE : 35 વર્ષ પહેલા, આ દિવસે રાજઘાટ પર, રાષ્ટ્રપતિ, ગૃહ મંત્રીની સામે, વડા પ્રધાન પર ગોળીનો વરસાદ થયો હતો

આ પણ વાંચો :  Jal Jivan Mission App Launched: PM મોદીએ લોન્ચ કરી જલ જીવન મિશન એપ, પાણી સમિતિઓ અને ગ્રામ પંચાયતો સાથે કર્યો વર્ચ્યુયલ વાર્તાલાપ

Next Article