લવ જેહાદ દેશ માટે ખતરો, કોર્ટે સગીર હિન્દુ છોકરીને નિશાન બનાવનાર શાહબાઝને 7 વર્ષની જેલની સજા ફટકારી

હરિયાણામાં યમુનાનગરની એક કોર્ટે એક વ્યક્તિને 7 વર્ષની જેલની સજા સંભળાવી છે. કારણ કે, તેમણે એક સગીર હિન્દુ છોકરીને મુસ્લિમ છોકરા સાથે સંબંધ બાંધવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. કોર્ટે તેને 'લવ જેહાદ'નો કેસ ગણાવ્યો અને ગુનેગાર પર દંડ પણ ફટકાર્યો.

લવ જેહાદ દેશ માટે ખતરો, કોર્ટે સગીર હિન્દુ છોકરીને નિશાન બનાવનાર શાહબાઝને 7 વર્ષની જેલની સજા ફટકારી
| Updated on: Jul 21, 2025 | 9:18 AM

યમુનાનગરની એક કોર્ટે એક વ્યક્તિને 7 વર્ષની સજા ફટકારી છે. આ વ્યક્તિ પર આરોપ હતો કે, તેમણે એક હિન્દુ છોકરીને મુસ્લિમ છોકરા સાથે સંબંધ બાંધવા માટે દબાણ કર્યું હતુ. કોર્ટે લવ જેહાદનો કેસ ગણાવી તેના પર 1 લાખ રુપિયાનો દંડ પણ ફટકાર્યો છે. કોર્ટનું કહેવું છે કે,આવું કામ દેશની એકતા અને અખંડતા માટે ખતરો છે.

કોર્ટે ઠેરવ્યું કે ‘લવ જેહાદ’ એ ભારતીય દંડ સંહિતા (BNS) અથવા પોક્સો એક્ટ હેઠળ કાનૂની શબ્દ નથી.પરંતુ કોર્ટે મુસ્લિમ પુરુષ દ્વારા ગેર-મુસ્લિમ મહિલાઓને પ્રેમનું નાટક કરી ઈસ્લામમાં બદલવાનું એક અભિયાન બતાવ્યું હતુ. આનો મતલબ એ છે કે, કેટલાક મુસ્લિમ છોકરાએ દેખાડો કરી હિન્દુ છોકરીઓને ઈસ્લામ ધર્મ અપનાવવા મજબુર કરે છે.

શું છે લવ જેહાદનો મામલો ?

ગત વર્ષ નવેમ્બર મહિનામાં 14 વર્ષની એક છોકરીને સિટી યમુનાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે શાહબાઝ અને છોકરાનું નામ લીધું હતુ. છોકરીએ આરોપ લગાવ્યો હતો કે, આ છોકરો સ્કૂલ જતી વખતે તેનો પીછો કરતો હતો. શાહબાઝ તેને એક છોકરા સાથે મિત્રતા બાંધવા માટે કહેતો હતો.

પોલીસે નોંધ્યો કેસ

આ FIR IPCની કલમ 61(2) (ગુનાહિત કાવતરું) અને 351(2) (ગુનાહિત ધાકધમકી) અને POCSO એક્ટની કલમ 17 (ઉશ્કેરણી), 8 (જાતીય હુમલો) અને 12 (બાળક પર જાતીય હુમલો) હેઠળ દાખલ કરવામાં આવી હતી. બચાવ પક્ષના વકીલ એસ.એસ. નેહરાએ જણાવ્યું હતું કે આરોપીને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે શાહબાઝે કંઈ કર્યું નથી.

7 વર્ષની જેલ

17 જુલાઈના પોતાના આદેશમાં, ન્યાયાધીશ રંજના અગ્રવાલે કહ્યું કે, શાહબાઝે પ્રલોભન અને લાલચ દ્વારા આંતર-ધાર્મિક સંબંધ સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો. મતલબ તેમણે છોકરીને બીજા ધર્મના છોકરા સાથે સંબંધ બાંધવા માટે મજબુર કરી હતી. કોર્ટે તેને પોક્સો એક્ટની કલમ 8 હેઠળ 4 વર્ષની કલમ 12 મુજબ 2 વર્ષ અને બીએનએસની કલમ 351(2) મુજબ એક વર્ષની સંભળાવી હતી. તેમજ તેના પર 1 લાખ રુપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. ટુંકમાં તેને 7 વર્ષની સજા સંભળાવવામાં આવી છે.

હરિયાણા દેશના 28 રાજ્યોમાંથી એક છે. તેનુ પાટનગર પણ પંજાબની જેમ ચંદીગઢ છે. હાલમાં રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં મનોહર લાલ ખટ્ટરની સરકાર છે. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો