Wrestlers Protest : પહેલવાનોના સમર્થનમાં આવ્યા કપિલ-ગાવસ્કરની 1983ની વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્યો, સંયુક્ત નિવેદન બહાર પાડ્યું

|

Jun 02, 2023 | 3:56 PM

1983 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ક્રિકેટ ટીમના ઘણા સભ્યો કુસ્તીબાજોના સમર્થનમાં સામે આવ્યા છે. જેમાં કપિલ દેવ, સુનીલ ગાવસ્કર, BCCI પ્રમુખ રોજર બિન્ની, દિલીપ વેંગસરકર અને મદનલાલ સહિત ઘણા દિગ્ગજ ક્રિકેટરોનો સમાવેશ થાય છે.

Wrestlers Protest : પહેલવાનોના સમર્થનમાં આવ્યા કપિલ-ગાવસ્કરની 1983ની વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્યો, સંયુક્ત નિવેદન બહાર પાડ્યું
Kapildev and Sunil Gavaskar (file photo)
Image Credit source: Social Media

Follow us on

બજરંગ પુનિયા (Bajrang Punia), સાક્ષી મલિકના (Sakshi Malik) નેતૃત્વમાં ભારતના કેટલાય ઓલિમ્પિક મેડલ વિજેતા કુસ્તીબાજો, રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ અને બીજેપી સાંસદ બ્રિજ ભૂષણ સિંહનો (Brij Bhushan Singh) વિરોધ કરી રહ્યા છે. બ્રિજ ભૂષણ પર લાગેલા યૌન શોષણના આરોપો બાદ કુસ્તીબાજો તેની ધરપકડની માંગ કરી રહ્યા છે. 28 મેના રોજ, જ્યારે કુસ્તીબાજો નવા સંસદ ભવન તરફ કૂચ કરી રહ્યા હતા, ત્યારે તેમને દિલ્હી પોલીસે કસ્ટડીમાં લીધા હતા. જો કે બાદમાં કુસ્તીબાજોને પણ છોડી દેવામાં આવ્યા હતા. એટલું જ નહીં, દિલ્હીના જંતર-મંતર પર ધરણા પ્રદર્શનને પણ પાછું ખેંચી લેવામાં આવ્યું હતું અને તેમના તંબુ હટાવી દેવામાં આવ્યા હતા.

આ પછી, 30 મેના રોજ, કુસ્તીબાજો હરિદ્વાર પહોંચ્યા અને ઓલિમ્પિક સહિત ઘણી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં જીતેલા મેડલને ગંગામાં ફેંકવાનો નિર્ણય કર્યો. જો કે, ખેડૂત નેતા નરેશ ટિકૈતની માંગ પર, કુસ્તીબાજોએ તેમના મેડલ ગંગામાં વહેવડાવવાનો નિર્ણય મોકૂફ રાખ્યો હતો.

Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?

હવે 1983નો વર્લ્ડ કપ જીતનાર ભારતીય ક્રિકેટ ટીમ કુસ્તીબાજોના સમર્થનમાં સામે આવી છે. જેમાં કપિલ દેવ, સુનીલ ગાવસ્કર, દિલીપ વેંગસરકર અને મદનલાલ સહિત ઘણા દિગ્ગજ ક્રિકેટરોનો સમાવેશ થાય છે. આ તમામે સંયુક્ત નિવેદન જાહેર કરીને કુસ્તીબાજોને મેડલ ગંગામાં ન ફેંકવાની અપીલ કરી છે.

નિવેદનમાં આ ભૂતપૂર્વ દિગ્ગજ ક્રિકેટરોએ કહ્યું છે કે, કુસ્તીબાજો સાથે જે થયું તે દુઃખદ છે, પરંતુ તેઓએ પોતાના મહેનતથી કમાયેલા મેડલને ગંગામાં પધરાવવા જોઈએ નહીં. 1983ની ચેમ્પિયન ટીમે કહ્યું કે, કુસ્તીબાજોએ દેશનું નામ રોશન કર્યું છે. તેમણે ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો જોઈએ. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે કુસ્તીબાજોની માંગ સાંભળવામાં આવશે.

નિવેદનમાં, 1983ની ચેમ્પિયન ટીમે લખ્યું – અમે અમારા ચેમ્પિયન કુસ્તીબાજો સાથેના ખરાબ વર્તનથી વ્યથિત અને પરેશાન છીએ. અમે એ હકીકત વિશે પણ સૌથી વધુ ચિંતિત છીએ કે તેઓ તેમની મહેનતની કમાણી ગંગા નદીમાં ઠાલવવાનું વિચારી રહ્યા છે. તે ચંદ્રકોમાં વર્ષોના પ્રયત્નો, બલિદાન, નિશ્ચય અને સંયમનો સમાવેશ થાય છે અને તે ચંદ્રકો માત્ર તેમના પોતાના જ નહીં પરંતુ રાષ્ટ્રનું ગૌરવ અને આનંદ છે. અમે તેમને વિનંતી કરીએ છીએ કે તેઓ આ બાબતે કોઈ ઉતાવળે નિર્ણય ન લે અને તેમની ફરિયાદો વહેલી તકે સાંભળવામાં આવશે અને તેનું નિરાકરણ કરવામાં આવશે તેવી આશા પણ રાખીએ છીએ.


કપ્તાન કપિલ દેવની આગેવાની હેઠળની ભારતીય ક્રિકેટ ટીમે ક્લાઈવ લોયડના નેતૃત્વમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવીને પ્રથમ વખત ODI વર્લ્ડ કપ ટ્રોફી જીતી હતી. સુનીલ ગાવસ્કર, મોહિન્દર અમરનાથ, કે શ્રીકાંત, સૈયદ કિરમાણી, યશપાલ શર્મા, મદન લાલ, બલવિંદર સિંહ સંધુ, સંદીપ પાટીલ, કીર્તિ આઝાદ અને રોજર બિન્નીએ 25 જૂન, 1983ના રોજ લોર્ડ્સમાં રમાયેલી યાદગાર ફાઇનલમાં ભાગ લીધો હતો અને ટીમ જીતી.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 3:54 pm, Fri, 2 June 23

Next Article